અમેરિકામાં રહેતા અબજોપતિ મૂળ ભારતીયે ભારતની સ્થિતિની ટીકા કરતાં વિવાદ

યુએસમાં રહેતા હોટમેલના કો-ફાઉન્ડર સબીર ભાટિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારત સરકારની ટીકા કરતી પોસ્ટ કરતા વિવાદ શરૂ (Sabeer Bhatia post on X) થયો છે. ભારતના જણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કા(Harsh Goenka)એ સબીર ભાટિયાની પોસ્ટનો જવાબ આપી વખોડી કાઢી હતી, ત્યાર બાદ આ મુદ્દે સોશિયલ મીડિયા પર અલગ અલગ રિએકશન મળી રહ્યા છે.
‘… તો રાષ્ટ્રવાદી કોણ છે?’
સબીર ભાટિયાએ ભારતમાં મહિલાઓની સલામતી, અર્થતંત્ર, અભિવ્યક્તિની આઝાદી અંગે સવાલો ઉઠાવ્યા હતાં. તેમણે X પર લખ્યું, “જો તમને એવું કહો કે ભારત મહિલાઓ માટે અસુરક્ષિત છે – તો તમને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. જો તમે ખોટા આર્થિક આંકડાઓ પર સવાલ ઉઠાવો – તો તમને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. ચૂંટાયેલા નેતાઓના જૂઠાણા વિષે બોલો- તો તમને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. વિમાન ક્રેશ થવા અંગે કઈ બોલો- તો તમને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. તો જો સત્ય બોલવુંએ રાષ્ટ્રવિરોધી હોય… તો રાષ્ટ્રવાદી કોણ છે? જે તમને જૂઠું બોલે છે?”.
હર્ષ ગોયેન્કાનો જવાબ:
X પર સબીર ભાટિયાની આ પોસ્ટ RPG ગ્રુપના ચેરપર્સન હર્ષ ગોયેન્કાને પસંદ ના પડી, તેમણે સબીર ભાટિયાની ટીપ્પણીઓનો વિરોધ કર્યો. હર્ષ ગોયેન્કાએ સબીરને જવાબ આપતા લખ્યું, “કેલિફોર્નિયામાં રહીને વતનમાં વસતા એક અબજ ભારતીયોને ભાષણ આપી રહ્યા છો? અમે અહીં રહીએ છીએ. અમે મતદાન કરીએ છીએ, કામ કરીએ છીએ, ટેક્સ ચૂકવીએ છીએ. અમને આ દેશ સાથે પ્રેમ છે- અને જે ખામીઓ છે તેને અમે સુધારીશું. ભારતને એવા લોકોના ઉપદેશોની જરૂર નથી જેઓ પેકઅપ કરીને ચાલ્યા ગયા.”
સોશિયલ મીડિયા પર ચર્ચા જામી:
હર્ષ ગોએન્કાએ જવાબ આપતા સબીર ભાટિયાની પોસ્ટ લાઇમલાઇટમાં આવી. સોશિયલ મડિયા પર આ મુદ્દે ચર્ચા શરૂ થઇ છે. કેટલાક યુઝર્સ હર્ષ ગોએન્કાએ બિરદાવી રહ્યા છે, તો કેટલાક સબીર ભાટિયા સાચા કહી રહ્યા છે.
એક યુઝરે હર્ષ ગોએન્કાના સમર્થનમાં લખ્યું, “ઉત્તમ જવાબ… સબિર હવે નિષ્ક્રિય તબક્કામાં છે!”
બીજા એક યુઝરે લખ્યું, “કેટલો સરસ અને યોગ્ય જવાબ સાહેબ. આ આપણો દેશ છે અને જે પણ ખામી હોય, આપણે બધા તેને ઠીક કરીશું.”
અન્ય કેટલાક યુઝર્સ સબીર ભાટિયાના બચાવમાં આવ્યા. એક યુઝરે લખ્યું. “શું આપણે એ જ ભારતીયો નથી જે યુએસએમાં તેમની સિદ્ધિઓની ઉજવણી કરી છીએ? આપણે એટલા બધા ભ્રમિત છીએ, આપણે તુલસી ગબાર્ડ કે સુનિતા વિલિયમ્સના નામે પણ ગર્વ લઈએ છીએ. માત્ર એક વ્યક્તિને નિશાન બનાવીને આવો આક્રોશ શા માટે???”
એક યુઝરે કોઈએ ટિપ્પણી કરી,”ભલે તેઓ કોઈ પણ જગ્યાએ હોય પણ દેશમાં રહેલી સમસ્યાઓ ઉજાગર કરવાની હિંમત ધરાવનાર વ્યક્તિ, કોઈ સમસ્યા છે તે સ્વીકારવાની હિંમત ન રાખનાર વ્યક્તિ કરતાં ઘણી સારી છે.”
આ પણ વાંચો…વિશ્વના અબજોપતિઓ ક્યાં રહે છે? વિશ્વના સૌથી ધનિક શહેરોમાં ભારતનું સ્થાન!