ટ્રમ્પના પેટમાં તેલ રેડાશે! રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ તારીખે ભારત આવશે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પના પેટમાં તેલ રેડાશે! રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ તારીખે ભારત આવશે

નવી દિલ્હી: ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતું હોવાથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા છે, તેમણે ભારત પર વધારાનો ટેરીફ ઝીંક્યો છે. આ ઉપરાંત તેમણે ભારતને રશિયા સાથે વેપાર ઘટાડવા ચેતવણી આપી છે. એવામાં અહેવાલ છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે, તેમની ભારત મુલાકાતને કારણે ટ્રમ્પ વધુ નારાજ થઇ શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 5-6 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવે એવી શક્યાતા છે. આ સમયગાળા દરમિયાન તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, ટેરીફ, યુક્રેન યુદ્ધ સહીત અનેક મુદ્દે ચર્ચા થઇ શકે છે.

આ પણ વાંચો: પીએમ મોદી અને પુતિન વચ્ચે મુલાકાતની ફલશ્રુતિ, રશિયા S-400 એર ડિફેન્સ સિસ્ટમનો જથ્થો મોકલશે

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દાયકાઓથી સારા રહ્યા છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ બંને દેશો વાચ્ચે તિરાડ પડાવવા ઈચ્છે છે. ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકીને શ્રેય ખાટવા ઈચ્છે છે. પરંતુ તેઓ સફળ થયા નથી, આથી તેઓ રશિયા સાથે વેપાર કરનાર દેશો સામે પગલા ભરી રહ્યા છે. ખાસ કરીને રશિયન પેટ્રોલિયમ આયાત કરતા દેશો પર તેઓ ભારે ટેરીફ ઝીંકી રહ્યા છે, તેમણે ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ લાદ્યો છે. આનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.

આ પણ વાંચો: પુતિન પહેલા ઝેલેન્સ્કી ભારતની મુલાકાતે આવશે, PM Modiએ આપ્યું આમંત્રણ

ટ્રમ્પને જવાબ આપતા ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારત બાહ્ય દબાણ સામે ઝુકશે નહીં અને રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેશે. ટ્રમ્પની ધમકીઓ છતાં ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ આયાત કરી રહ્યું છે.

તાજેતરમાં ચીનના તિયાનજિનમાં ભારતના વડાપ્રધાન મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીન રાષ્ટ્રપતિ જીનપીંગ વચ્ચે બેઠક થઇ હતી. જેને જોઇને ટ્રમ્પને ઝટકો લાગ્યો હતો. હવે રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી ટ્રમ્પના પેટમાં તેલ રેડાઈ શકે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button