ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને મોટો ફટકો! રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલ રેટમાં આપી રાહત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફની ધમકી આપી તેમ છતાં પણ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ જ રાખી છે. ભારતે અમેરિકા સામે પોતાનો પક્ષ મજબૂત જ રાખ્યો છે. એટલું જ નહીં પરંતુ ટ્રમ્પની ધમકી હોવા છતાં પણ રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલ આપવાનું બંઘ નથી કર્યું. મહત્વની વાત એ છે કે, રશિયાએ ભારતને એક મોટી ભેટ પણ આપી છે. રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલની ખરીદી પર 5 ટકાની રાહત (ડિસ્કાઉન્ટ) આપી છે.
મુક્તિ વેપાર વાટાઘાટો પર આધારિત રહેશેઃ એવજેની ગ્રીવા
રશિયાના નાયબ વેપાર પ્રતિનિધિ એવજેની ગ્રીવાએ જણાવ્યું હતું કે, ‘મુક્તિ વેપાર વાટાઘાટો પર આધારિત રહેશે. અમેરિકાએ આપેલી ધમકી મામલે હવે રશિયાએ ખુલ્લેઆમ ભારતને સાથ આપ્યો છે. જે ભારત અને રશિયાની સાચી દોસ્તીનું એક પ્રમાણ છે. એવજેની ગ્રીવાએ કહ્યું કે, અમેરિકાનું દમાણ હોવા છતાં પણ ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી ચાલુ રાખી છે. તે ભારત અને રશિયા વચ્ચેના ઊંડા સંબંધો દર્શાવે છે’.
ભારત અને રશિયા જૂના મિત્રો છેઃ રોમન બાબુશકિ
વધુમાં કહ્યું કે, ભારતનો રશિયા પ્રત્યેનો જે ભાવ છે તેને આ સંબંધને વધારે મજબૂત કરે છે. એટલું જ નહીં પરંતુ રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશકિને પણ ભારતના વખાણ કર્યા છે. રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશકિને કહ્યું કે, ભારત અને રશિયા જૂના મિત્રો છે. બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યાં છે. અન્ય દેશોનું દબાણ હોવા છતાં પણ ભારત અને રશિયાના વ્યવહારો ચાલુ જ રહેવાના છે. અમેરિકા માટે આ ખૂબ જ મોટો ઝટકો છે. કારણે કે, આ જાહેરાત બાદ ભારત અને રશિયા બંને દેશોએ અમેરિકાના પરોક્ષ રીતે પોતાનો જવાબ આપી દીધો છે.