
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આંતરિક વિવાદ ચાલી રહ્યો હોય તેવું સૂત્રોએ જણાવ્યું છે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું તે બાદ ભાજપ માટે હવે પોતાના અધ્યક્ષની પસંદગી ખૂબ જ મુશ્કેલ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ બે ઉમેદવારોની પસંદગી કરી છે અને તેમાં ચૂંટણી થવાની છે. ભાજપે પોતાના રાષ્ષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં જે વિલંબ કર્યો છે તેના કારણે આરએસએસ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજી કેમ સત્તાવાર રીતે ઉમેદવારના નામ જાહેર નથી કર્યાં તે એક પ્રશ્ન છે! આખરે ભારતીય જનતા પાર્ટી કયા રાજકીય સમીકરણોનો વિચાર કરી રહી છે? આરએસએસ એવું ઈચ્છે છે કે, સત્વરે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે, પરંતુ બીજેપી મજબૂત ઉમેદવાર શોધી રહી છે.
ઓગસ્ટમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવશેઃ સૂત્ર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ભારતીય જનતા પાર્ટી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માંગે છે. એઠલું જ નહીં પરંતુ આ જ સમયગાળામાં અધ્યક્ષની પસંદગી પણ થઈ શકે છે. જો ઉપરાષ્ટ્રતિ માટે કોઈ ઉચ્ચ જાતિના વ્યક્તિની પસંદગી કરવામાં આવશે તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે દલિત વ્યક્તિની પસંદગી થશે તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. અત્યારે રાષ્ટ્રપતિ પદ પર આદિવાસી મહિલા છે. દ્રોપદી મુર્મૂ ભારતની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. આ વર્ષે 2022માં જ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યાં હતાં.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર ક્યારે જાહેર કરવામાં આવશે?
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, 2021-22માં જ્યારે ખેડૂત આંદોલન થયું ત્યારે આ આંદોલનને શાંત કરવા માટે કિશાનપુત્ર જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. એક અહેવાલ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ પદ પર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે પરંતુ તેના માચે એનડીએ પાસે મંજૂરી લેવી પડશે. અધ્યક્ષના ઉમેદવારની પસંદગી મામલે પણ સંઘ અને ભાજપ વચ્ચે મતભેદ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
શું ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામ જાહેર કરી દીધા?
ભાજપના એક આંતરિક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે બેઠકમાં આગામી ભાજપ પ્રમુખની ચર્ચા કરી શકે છે. આ મુદ્દાને ઉકેલવા માટે RSS નેતૃત્વ સાથે ચર્ચા કરવામાં આવી શકે છે’ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે બે OBC મંત્રીઓના નામ આગળ મૂક્યા છે, પરંતુ સંઘે આ નામ માટે કોઈ સહમત આપી નથી’. જો કે, હજી આ મામલે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો…જે પી નડ્ડા, અમિત માલવિયા અને કર્ણાટક બીજેપી અધ્યક્ષ વિરુદ્ધ કેસ દાખલ