ટોપ ન્યૂઝનેશનલ

Good News: કેદારનાથમાં રોપ-વેનું સપનું થશે સાકાર, 36 મિનિટમાં થશે યાત્રા

હેમકુંડ સાહિબ રોપ-વે સહિત ત્રણ મોટા નિર્ણયને મોદી કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કેદારાનાથ અને હેમકુંડ સાહિબ રોપ-વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આજે નેશનલ રોપવે કાર્યક્રમ અન્વયે ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધી (12.9 કિલોમીટર) અને ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી (12.4 કિલોમીટર રોપવે યોજનાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી પ્રદેશમાં નવી રોજગારી અને શ્રદ્ધાળુની મુસાફરી વધુ સુલભ બનશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતની કેબિનેટ કમિટી (સીસીઈએ)એ સોનપ્રયાગથી કેદારનાથના રોપ-વે પ્રકલ્પને મંજૂરી આપી છે. આ ઉપરાંત, યોજનામાં પ્રોજેક્ટની ડિઝાઈન, નિર્માણ, વ્યવસ્થાપન સહિત સ્થળાંતરણ (ડીબીએફઓટી)ના આધારે 4,0181 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે.

આપણ વાંચો: થેંક્સ ટુ રોપ-વેઃ અંબાજીના દર્શન હવે લાખો લોકો કરી શકે છે

કેદારનાથ રોજના 18,000 પ્રવાસી પહોંચી શકશે

આ સૌથી એડવાન્સ્ડ ટ્રાઈ કેબલ ડિટેચેબલ ગોંડોલા (થ્રીએસ) ટેક્નિકના આધારે કરવામાં આવશે. એની ડિઝાઈનની ક્ષમતા 1,800 પ્રવાસીની કલાકના હશે, જે રોજના 18,000 પ્રવાસીને લઈ જવાની ક્ષમતા હશે. રોપ-વે યોજના કેદારનાથ આવનારા ભક્તો માટે વરસાદન સાબિત થશે, કારણ કે પર્યટકો માટે ઝડપી અને સમયના બચાવવાળી યાત્રા સાબિત થશે.

અત્યારે 16 કિલોમીટરની મુસાફરી છે પડકારજનક

હાલના તબક્કે આઠથી નવ કલાકના બદલે રોપવે મારફત લગભગ અડધોથી પોણો કલાકમાં પહોંચી શકાશે. કેદારનાથ મંદિર સુધીની ગૌરીકુંડથી 16 કિલોમીટરની મુસાફરી પડકારજનક છે. હાલના તબક્કે શ્રદ્ધાળુઓ પગપાળા, ટટ્ટુ, પાલખી અથવા હેલિકોપ્ટર દ્વારા પહોંચી છે. પ્રસ્તાવિત રોપ-વેની યોજના મંદિરના શ્રદ્ધાળુઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: ગુજરાતમાં દર મહિને આશરે 4 લાખ લોકો લઈ રહ્યા છે રોપ-વેનો લાભ, રાજ્યમાં 3 સ્થળે ઉપલબ્ધ છે આ સુવિધા

રોપ-વેમાં 11,000થી વધુ શ્રદ્ધાળુ હેમકુંડ પહોંચી શકશે

આ ઉપરાંત, કેબિનેટની બેઠકમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધીની 12.4 કિલોમીટરના રોપ-વે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ યોજના પાછળ 2,730 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.

હાલમાં હેમકુંડ સાહિબની યાત્રા ગોવિંદઘાટથી 21 કિલોમીટરનું પડકારજનક ચઢાણ છે. આ રોપવે પ્રોજેક્ટ ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબજી વચ્ચે દરેક મોસમમાં કનેક્ટિવિટી મળશે. આ યોજનામાં પણ પ્રતિ કલાકના 1,100 પ્રવાસી સિંગલ સાઈડ પહોંચી શકશે, જ્યારે રોજના 11,000થી વધુ પ્રવાસી પહોંચી શકશે.

આપણ વાંચો: “ગિરનાર યાત્રા બનશે મોંઘી!” રોપ-વેના ભાડામાં ઝીંકાયો વધારો

દર વર્ષ દોઢથી બે લાખ શ્રદ્ધાળુ મુલાકાત લે છે

અહીં એ જણાવવાનું કે પંદર ફૂટની ઊંચાઈ પર હેમકુંડ સાહિબ પવિત્ર યાત્રાધામ માનવામાં આવે છે. 15,000 ફૂટની ઊંચાઈ પર ગુરુદ્વારા આવેલું છે, જે વર્ષમાં મેથી સપ્ટેમ્બર મહિના એમ પાંચ મહિના ખૂલ્લું રહે છે, જ્યારે વર્ષના દોઢથી બે લાખ શ્રદ્ધાળુ મુલાકાત લે છે, તેથી રોપ-વે પ્રોજેક્ટ શ્રદ્ધાળુ માટે આશીર્વાદ સાબિત થઈ શકે છે.

દરમિયાન કેન્દ્ર સરકારે ત્રીજો મહત્ત્વનો નિર્ણય પશુઓના આરોગ્ય માટે લીધો છે. પશુધન આરોગ્ય અને બીમારીની સારવાર માટે સરકારે 3,880 કરોડ રુપિયાના ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં બે બીમારી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button