નેશનલ

મધ્ય પ્રદેશના પન્નામાં સિમેન્ટ ફેક્ટરીમાં છત તૂટી પડીઃ ત્રણનાં મોત

પન્નાઃ મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી જેકે સિમેન્ટ ફેક્ટરીમાં ગુરુવારે એક નિર્માણાધીન પ્લાન્ટની છત ધરાશાયી થતાં ત્રણ કામદારોના મોત થયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા, એમ સ્થાનિક સાંસદ વિષ્ણુ દત્ત શર્માએ આ બનાવ અંગે માહિતી આપી હતી.

આ ફેક્ટરી અમાનગંજ શહેરની નજીક આવેલી છે, જે ખજુરાહો લોકસભા મતવિસ્તારનો ભાગ છે. પોલીસ અને જિલ્લા અધિકારીઓએ તાત્કાલિક કોઈ જાનહાનિની પુષ્ટી કરી નથી. ભારતીય જનતા પાર્ટીના રાજ્યના વડા શર્માએ કહ્યું હતું કે, ‘ત્રણ મજૂરોના મોત થયા છે અને 16 અન્ય ઘાયલ થયા છે.’ બે ઘાયલોની હાલત ગંભીર છે.

આપણ વાંચો: Rajkot Airport: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના, પીકઅપ એરિયાની છત ધરાશાયી

જિલ્લા પોલીસ અધિક્ષક સાઈ કૃષ્ણ એસ થોટાએ જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. તેમણે કહ્યું કે ઘણા કામદારો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના પગલે એસડીઇઆરએફની એક ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી.

શર્માએ જણાવ્યું હતું કે તેમણે ફેક્ટરી મેનેજમેન્ટ પાસે મૃતકોના પરિવારોને નિયમો મુજબ વળતર આપવાની અને મૃતકોના સંબંધીઓને નોકરી આપવાની માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button