43 રોહિંગ્યા શરણાર્થીને દેશ નિકાલની અરજી પર રોક લગાવવાની સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ના, કારણ જાણી લો?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યાને ડિપોર્ટ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીને લઈ સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે અરજીકર્તાઓના કહ્યું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોર્ટે 43 રોહિંગ્યા શરણાર્થીઓને દેશ નિકાલ કરવાની અરજી પર રોક લગાવવાની ના પાડી હતી.
ન્યાયાધીશ સૂર્યકાંતે આ મામલે ટિપ્પણી કરતાં કહ્યું કે, તમે દરરોજ એક નવી સ્ટોરી લઈને આવો છો. જે હાલતમાંથી પસાર થઈ રહ્યા છીએ તેમાં કાલ્પનિક વસ્તુઓ જોડીને કોર્ટ સમક્ષ આવીએ છીએ. કોર્ટે કહ્યું કે, એક વખત તમને રાહત આપી તો દર વખતે નવી સ્ટોરી લઈને આવો છો. જો તમને આટલી જ ચિંતા હોય તો ગરીબો માટે કઈંક કેમ નથી કરતા.
આપણ વાંચો: રોહિંગ્યા શરણાર્થીઓને બળજબરથી સરકારે કર્યા ડિપોર્ટઃ સુપ્રીમ કોર્ટમાં પાછા લાવવા માટે કરી અરજી
ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, જે કંઈ તમે અરજીમાં વાત કરી છે તેનો આધાર શું છે. અમને કઈંક જાણકારી આપો. તમારી પાસે આ માહિતી ક્યાંથી આવે છે. ઉપરાંત અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલને પૂછ્યું કે, તમે જે કંઈ કહી રહ્યા છો તેનો રેકોર્ડ છે તમારી પાસે? હવે આ મામલે 31 જુલાઈએ સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે વકીલોને તેમના દાવાઓના સમર્થનમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. ઉપરાંત કોર્ટે ડિપોર્ટ પર વચગાળાનું રક્ષણ આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે 43 રોહિંગ્યા શરણાર્થીઓ ને ભારત સરકાર દ્વારા બળજબરીથી મ્યાનમાર દેશનિકાલ કરવાના આરોપવાળી અરજી પર સુનાવણી કરતી વખતે કડક ટિપ્પણીઓ કરી છે.
કોર્ટે કહ્યું આ માહિતી ક્યાંથી આવી અને કોણે કહ્યું કે મારી પાસે તેની વ્યક્તિગત માહિતી છે તે જણાવો. આના પર વકીલે જણાવ્યું કે 38 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા, તેમને આંદામાન લઈ જવામાં આવ્યા અને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
આપણ વાંચો: રોહિંગ્યાના બાળકો મુદ્દે સુપ્રીમ કોર્ટે હાથ ધરી સુનાવણી, કહ્યું શિક્ષણ મુદ્દે કોઈ ભેદભાવ રાખશો નહીં…
કોર્ટમાં જતા પહેલાં, પુરાવા એકત્રિત કરો: ન્યાયાધીશ સૂર્યકાંત
ન્યાયધીશ સૂર્યકાંતે કહ્યું કે તેમને જોનાર વ્યક્તિ કોણ છે? વીડિયો કોણે રેકોર્ડ કર્યો? અરજદાર કેવી રીતે પાછો આવ્યો? કોર્ટમાં જતા પહેલાં પુરાવા એકત્રિત કરો. અરજીકર્તાના વકીલે કહ્યું કે મ્યાનમારથી કોલ કરવામાં આવ્યો હતો.
આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે જાણીએ છીએ કે ઝારખંડ વગેરેથી આ કોલ કેવી રીતે કરવામાં આવે છે અને મ્યાનમાર, દુબઈ વગેરેના નંબર બતાવવામાં આવે છે. જેના પર અરજીકર્તાના વકીલે કહ્યું કે સરકાર તપાસ કરી શકે છે. દેશનિકાલ કરાયેલા લોકોમાંથી એકે મ્યાનમારથી કોલ કર્યો હતો.