RJDના વિજળી કાપના દાવાને ચૂંટણી પંચે આપ્યો રદ્યો, કહ્યું- મતદાન શાંતિથી ચાલે છે, અફવા ન ફેલાવો

બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કાના મતદાન દરમિયાન વિરોધ પક્ષે ગંભીર આરોપ લગાવ્યા છે. સવારથી જ RJDએ મોટો બોમ્બ ફોડ્યો કે મહાગઠબંધનના મજબૂત બુથો પર જાણીજોઈને વીજળી કાપવામાં આવી રહી છે, જેથી મતદાન ધીમું પડે. આ સમાચારે ચૂંટણીના મેદાન વિરોધનો વંટોળ ઊભો કરી દીધો છે.
અહેવાલો પ્રમાણે અત્યારે સુધીમાં શાંતિમય વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જોકે ઘણી જગ્યા પર EVM બગડવાને કારણે મતદાન થોડા સમય માટે ખોરવાયું હતું. જે બાદ ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બપોરે 1 વાગ્યા સુધીમાં 42.31 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચો: બિહાર ચૂંટણીઃ પ્રથમ તબક્કાના મતદાનમાં આ બાહુબલી ઉમેદવારોની પત્નીનું ભાવિ ઈવીએમમાં થશે કેદ, જુઓ કોણ કોણ છે
આ વચ્ચે RJDએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું, “પહેલા તબક્કામાં ઘણી જગ્યાએ વીજળી કાપીને મતદાનને અસર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ષડયંત્ર છે, ચૂંટણી આયોગ તાત્કાલિકના ધોરણે આ મામલે કાર્યવાહી કરે.” પાર્ટીએ આને ધાંધલીનો ભાગ ગણાવીને તાત્કાલિક તપાસની માંગ કરી.
ચૂંટણી આયોગે આરોપ ફગાવ્યો
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ RJDના દાવાઓને “એકદમ ખોટા અને લોકોને ગેરમાર્ગે દોરનારા ગણાવી” નકારી કાઢ્યા. આયોગે સ્પષ્ટ કર્યું, “રાજ્યના દરેક બુથ પર શાંતિથી અને સરળતાથી મતદાન ચાલી રહ્યું છે. ભારત ચૂંટણી આયોગ દરેક નિયમનું પૂરું પાલન કરાવી રહ્યું છે.” તેમણે ચેતવણી આપી કે અફવા ફેલાવવી એ લોકશાહી વિરુદ્ધનું અપરાધ છે.
આરોપોની આવ-જા વચ્ચે પણ બિહારના લોકોએ મતદાન કેન્દ્રો પર મતદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મહિલાઓ, યુવાનો અને વડીલો સવારથી જ ઉત્સાહથી મતદાન કરવા પહોંચી રહ્યા છે. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ મતદાન ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોઈ મોટી સમસ્યા નથી આવી.



