નવી શિક્ષણ નીતિનાં પરિણામો દેખાવાનું ચાલુ થઈ ગયું: રાષ્ટ્ર પ્રમુખ મુર્મૂ
નવી દિલ્હી: યુવાનોના મગજને કેળવવું અને શ્રેષ્ઠ પરંપરાઓ અને સમકાલીન જ્ઞાનને કેળવવાની પ્રાથમિકતા ધરાવતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)એ પોતાનાં પરિણામો દેખાડવાનું ચાલુ કરી દીધું છે, એમ રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂએ બુધવારે 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પોતાના ભાષણમાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે દેશની આઝાદીનો અમૃત કાળ (સદીનો છેલ્લો ચોથો ભાગ) યુવાનો દ્વારા ઘડી કાઢવામાં આવશે. તેમની ઊર્જા અને ઉત્સાહ રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરશે. યુવાનોના મગજને સમકાલીન જ્ઞાનની સાથે શ્રેષ્ઠ પરંપરાઓને સાથે લઈને તેમના મગજને તૈયાર કરવા માટે 2020માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પોતાનાં પરિણામો દાખવવાનું ચાલુ કરી દીધું છે.
રાષ્ટ્ર પ્રમુખે નોંધ્યું હતું કે પ્રતિભાને દિશા આપવા માટે સરકાર સ્કિલ ડેવલપમેન્ટ, રોજગાર અને યુવાનો માટે અન્ય તકો ઉપલબ્ધ કરાવવાની પહેલ લઈને આવી છે. વડા પ્રધાનની રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ સંબંધી પાંચ યોજનાઓના પેકેજનો લાભ 4.1 કરોડ યુવાનોને થશે. સરકારની નવી પહેલ હેઠળ એક કરોડ યુવાનો અગ્રણી કંપનીઓમાં પાંચ વર્ષ માટે ઈન્ટર્નશિપ કરશે. આ બધાનું યોગદાન વિકસિત ભારતનો પાયો નાખવામાં રહેશે.
આ પણ વાંચો : ભારતને આઝાદી આપવા 15મી ઑગસ્ટ કેમ પસંદ કરવામાં આવી? જાણો સ્વાતંત્ર્ય દિન વિશેની રસપ્રદ વાતો
રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મૂએ બુધવારે સામાજિક વંશવેલામાં રહેલી વિભાજનકારી વૃત્તિઓને નકારવાની માટેના સાધન તરીકે સકારાત્મક પગલાંને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ભારતમાં રાજકીય લોકશાહીની સતત પ્રગતિ પર પ્રકાશ પાડતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે સામાજિક લોકશાહી તરફની પ્રગતિને પ્રતિબિંબિત કરે છે.
નરેન્દ્ર મોદી સરકાર માટે સામાજિક ન્યાય એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે, જેણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના કલ્યાણ માટે અભૂતપૂર્વ પગલાં શરૂ કર્યા છે, એમ રાષ્ટ્ર પ્રમુખે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયા આંબેડકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકીય લોકશાહી જ્યાં સુધી સામાજિક લોકશાહીના પાયામાં ન હોય ત્યાં સુધી તે ટકી શકે નહીં અને કહ્યું હતું કે રાજકીય લોકશાહીની સ્થિર પ્રગતિ સામાજિક લોકશાહીના એકીકરણ તરફ થયેલી પ્રગતિની સાક્ષી આપે છે.
સમાવેશની ભાવના આપણા સામાજિક જીવનનાં દરેક પાસાઓમાં વ્યાપેલી છે. અમે અમારી વિવિધતા અને બહુમતી સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે સાથે આગળ વધીએ છીએ.
આ પણ વાંચો : Independence Day 2024: સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇને દિલ્હીમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત
મુર્મૂએ સીધેસીધી નાણાકીય સહાય પૂરી પાડતા પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન એવમ રોજગાર આધરિત જનકલ્યાણ અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન સહિત હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોને ઉત્થાન માટેની અનેક સરકારી પહેલોની વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને નબળા આદિવાસી જૂથો ની સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં તેનાથી સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
દેશને વિકસિત રાષ્ટ્રનો દરજ્જો અપાવવા માટેના આર્થિક સુધારાના નવા યુગનો પાયો નખાઈ ગયો છે એમ જણાવતાં રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે 2021થી 2024 સુધીના વર્ષમાં સૌથી ઝડપથી વિકસી રહેલું મોટું અર્થતંત્ર બન્યું છે અને સરેરાશ આઠ ટકાના વાર્ષિક દરે જીડીપીનો વિકાસ થઈ રહ્યો છે.
ભારત માટે ગર્વની વાત છે કે તે વિશ્ર્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને બહુ ટૂંકા ગાળામાં આપણે વિશ્ર્વના ટોચના ત્રણ અર્થતંત્રમાં પહોંચી જવા માટેની કવાયત ચાલી રહી છે. દેશની પ્રગતિમાં આયોજન કરનારાઓની દુરંદેશી, કામગારો અને ખેડૂતોની મહેનત અને વેલ્થ ક્રિએટરના પ્રયાસો કારણભૂત છે એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)