આવતીકાલે આખુ ભારત દેશભક્તિના રંગે રંગાશે. દેશવાસીઓએ 77 વર્ષ પહેલા આજના દિવસે આઝાદીનો સૂરજ જોયો હતો. જોકે દેશને બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત કરવા માટે કેટલાય વીરોએ બલિદાન આપ્યું, આ તેમને પણ યાદ કરવાનો દિવસ છે.
લાંબી લડાઈ બાદ 15મી ઑગસ્ટને સ્વતંત્રતા દિવસ માટે કેમ પસંદ કરવામાં આવી તે જાણવું જરૂરી છે અને રસપ્રદ પણ.
ઘણા વર્ષોના સંઘર્ષ બાદ આખરે બ્રિટિશ સંસદે ભારતને આઝાદ કરવાનો નિર્ણય લીધો. આ કરવા માટે, સંસદે ભારતના છેલ્લા બ્રિટિશ ગવર્નર જનરલ લુઈસ માઉન્ટબેટનને 30 જૂન, 1948 સુધીમાં ભારતમાં સત્તા સ્થાળાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તેમણે જ આ તારીખ બદલાવી અને દેશને વહેલી આઝાદી મળી. તેમણે 15 ઑગસ્ટ, 1947નો દિવસ પસંદ કર્યો. આ માટેના બે કારણો તેમણે આપ્યા હોવાનું અહેવાલોમાં લખાયું છે. એક તો તેઓ કોઈપણ જાતના રમખાણો ન હતા ઈચ્છતા અને બીજું કે આ તારીખે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી.
માઉન્ટબેટનના ઇનપુટ્સના આધારે, ભારતીય સ્વતંત્રતા ખરડો 4 જુલાઈ, 1947ના રોજ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એક પખવાડિયાની અંદર પસાર થઈ ગયો હતો. આ અધિનિયમ ભારતમાં બ્રિટિશ શાસનનો અંત અને 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારત અને પાકિસ્તાનની સ્થાપના પર મહોર મારી. બંને દેશોને બ્રિટિશ કોમનવેલ્થમાંથી અલગ થવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય અને રાજ્યના દળોના જવાનો માટે 1037 પોલીસ મેડલની જાહેરાત : મહારાષ્ટ્ર પોલીસને 59 મેડલ
ફ્રીડમ એટ મિડનાઈટમાં માઉન્ટબેટનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આવ્યું છે કે આ તારીખ અચાનક મારા મનમાં આવી. હું આખી ઘટનાનો માસ્ટર છું તે મારે બતાવવાનું હતું. જ્યારે મને પૂછવામાં આવ્યું કે શું કોઈ તારીખ નક્કી કરવામાં આવી છે? હું જાણતો હતો કે તે જલ્દી જ થવાનું હતું. મેં ત્યાં સુધી તેના વિશે યોગ્ય રીતે વિચાર્યું ન હતું. મેં વિચાર્યું કે તે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની આસપાસ હશે અને પછી મેં 15 ઓગસ્ટની તારીખ આપી કારણ કે તે જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ, 1945 ના રોજ, કોરિયન દ્વીપકલ્પ જાપાનના ક્રૂર શાસનમાંથી મુક્ત થયો હતો.
માઉન્ટબેટનના નિર્ણય બાદ, 4 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સંસદના હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં ભારતની આઝાદી ઉપરાંત તત્કાલિન દેશને ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત કરવાની પણ વાત કરવામાં આવી હતી.
પાકિસ્તાન શા માટે 14મી ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે?
ભારત અને પાકિસ્તાન બંનેને એક જ તારીખે આઝાદી મળી હતી પરંતુ સ્વતંત્રતા દિવસ 14મી ઓગસ્ટે કેમ ઉજવવામાં આવે છે? પાકિસ્તાનની આઝાદીની વાસ્તવિક તારીખ પણ 15મી ઓગસ્ટ છે. ભારતીય સ્વતંત્રતા વિધેયકમાં બંને દેશોની આઝાદીની તારીખ 15મી ઓગસ્ટ દર્શાવવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા જારી કરાયેલ પ્રથમ ટપાલ ટિકિટે 15 ઓગસ્ટને તેના સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો.
1948 માં, પાકિસ્તાને 14 ઓગસ્ટને તેના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. 14 ઓગસ્ટ, 1947 ના રોજ કરાચીમાં સત્તા સ્થણાંતરણ સમારોહ યોજાયો હતો અથવા 14 ઓગસ્ટ, 1947 એ રમઝાનની 27મો દિવસ હતો, જે મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર તારીખ હોવાથી આ બન્યું હતું.