ટોપ ન્યૂઝનેશનલ

Independence Day 2024: સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇને દિલ્હીમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

નવી દિલ્હી : દેશભરમાં સ્વતંત્રતા દિવસની(Independence Day 2024 )તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન બનાવવામાં આવી છે. જેમાં વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આવતા-જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે લાલ કિલ્લાની આસપાસ સતર્કતા વધારવા માટે 700 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)આધારિત ચહેરાની ઓળખ કરી શકે તેવા સીસીટીવી કેમેરાની ખરીદી કરી છે.

સ્વાટ કમાન્ડો, શાર્પશૂટર્સ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત

દિલ્હી પોલીસ લાલ કિલ્લાની મજબૂત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અહીંથી સતત 11મી વખત રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહ્યા છે. આ જ કારણ છે કે લાલ કિલ્લા પર સીસીટીવી કેમેરા સિવાય 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન અને અન્ય મહાનુભાવોની સુરક્ષા માટે સ્વાટ કમાન્ડો તેમજ શાર્પશૂટર્સને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો : Partition Horrors Remembrance Day: વડા પ્રધાન મોદી અને અમિત શાહે ભાગલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી

AI કેમેરા લોકો પર નજર રાખશે

પોલીસે કહ્યું છે કે AI-આધારિત CCTV કેમેરામાં હાઈ-રિઝોલ્યુશન પેન-ટિલ્ટ-ઝૂમ ફીચર્સ હશે. જેના દ્વારા તેઓ દૂરથી કોઈને પણ ઓળખી શકશે. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં હાજરી આપવા આવતા લોકોની ઓળખ ચકાસવા માટે સ્માર્ટફોન આધારિત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવા જઈ રહી છે. લાલ કિલ્લાની આસપાસ અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર સુરક્ષા વધારી

રાજધાની દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોલ અને માર્કેટમાં અર્ધલશ્કરી દળો સહિત સુરક્ષા જવાનોની વધારાની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે લગભગ 3,000 ટ્રાફિક પોલીસ કર્મચારીઓ રાજધાનીના મુખ્ય જંકશન પર અને લાલ કિલ્લા તરફ જતા રસ્તાઓ પર તૈનાત કરવામાં આવશે. પોલીસે હોટલ, ગેસ્ટ હાઉસ, પાર્કિંગ પ્લોટ અને રેસ્ટોરન્ટની આસપાસ પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે અને ભાડૂતો અને નોકરોની ચકાસણી કરવામાં આવી રહી છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker