દોસ્ત, દોસ્ત ન રહા!, કેમ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવી તિરાડ? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

દોસ્ત, દોસ્ત ન રહા!, કેમ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવી તિરાડ?

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે પાછલા થોડા સમયથી ટ્રેડ ડીલને લઈ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ભારત અને ટ્રમ્પ વચ્ચે ગાઢ મિત્રતા હતી. ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ જેવા કાર્યક્રમોમાં બંને નેતાઓની મિત્રતા જોવા મળી હતી, પરંતુ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કેટલીક ઘટનાઓએ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. આ તણાવનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક સીઝફાયરની ક્રેડિટ, નોબેલ પુરસ્કાર, કાશ્મીર વિવાદ અને ટેરિફ જેવા મુદ્દાઓનો હોઈ શકે છે.

સૂત્રોની માહિતીનું માનવું છે કે જૂનમાં G7 સમિટ પછી ટ્રમ્પ અને મોદી વચ્ચેની 35 મિનિટની ફોન વાતચીતમાં તણાવના બીજ વાવ્યા હતા. ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સીઝફાયરની ક્રેડિટ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેને મોદીએ નકાર્યો અને જણાવ્યું કે અમેરિકાનો તેમાં કોઈ ભાગ નથી. જે બાદ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર માટે નોમિનેશનની અપેક્ષા રાખી, પરંતુ ભારતે તેને પણ અવગણ્યું. કાશ્મીર વિવાદમાં મધ્યસ્થીની ઓફર પણ ભારતે નકારી, જેનાથી ટ્રમ્પ નારાજ થયા. આ વાતચીત પછી બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

આ તમામ ઘટના બાદ ટ્રમ્પે ભારત વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું અને તેને ‘ડેડ ઈકોનોમી’ કહીને વેપાર નીતિઓને ખરાબ ગણાવી. તેમણે 27 ઓગસ્ટથી ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યા, જેમાં 25% પ્રતિબંધક અને 25% રશિયન તેલની ખરીદીને લઈને દંડ તરીકે છે. ભારતે રશિયન તેલની ખરીદી ચાલુ રાખી, જેને અમેરિકા યુક્રેન યુદ્ધમાં મદદ ગણે છે. આ ઉપરાંત, અમેરિકાના કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની માંગને ભારતે નકારી, જેનાથી દ્વિપક્ષીય વેપાર સમજૂતીની વાતચીત રદ થઈ.

આ ઉપરાંત કેનેડામાં G7 સમિટ દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત ન થઈ, અને મોદીએ અમેરિકા આવવાનું નકાર્યું. ટ્રમ્પને લાગ્યું કે મોદી તેમને અને પાકિસ્તાની આર્મી ચીફને મળાવવા માંગે છે, જેને મોદીએ ટાળ્યું. આ તમામ ઘટનાઓએ સંબંધોમાં તિરાડ વધારી હોવાનું નિષ્ણાતો માનવું છે. 2020ની ગલવાન ઘટના બાદ ભારત-ચીન સંબંધોમાં તણાવ હતો, પરંતુ હવે તેમાં સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે અમેરિકા સાથે ઘર્ષણ વધ્યું છે.

આ પણ વાંચો…ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારી, વોશિંગ્ટનમાં શરૂ થશે ત્રણ દિવસીય વાટાઘાટો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button