નેશનલ

નીતીશ કુમાર ફરી CM બનતા દીકરા નિશાંતે અભિનંદન આપ્યા, રાજકારણમાં એન્ટ્રી અંગે મૌન

પટના: જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર ફરી બિહારના મુખ્ય પ્રધાન બની ગયા છે. પિતાની આ સિદ્ધિને લઈને પુત્ર નિશાંત કુમારે બિહારની જનતાનો આભાર માન્યો છે. સાથોસાથ બિહારમાં NDAની સૌથી મોટી જીતનું કારણ પણ જણાવ્યું હતું. આ સાથે તેઓ રાજકારણમાં જોડાવવા અંગે મૌન રહ્યો હતો, પરંતુ એમાં પણ અનેક સંકેતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મહિલાઓનું મતદાન બિહાર માટે મહત્વપૂર્ણ

નીતીશ કુમારે આજે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 10મા કાર્યકાળ માટે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારે આજે બિહારની જનતાને “ઐતિહાસિક જનાદેશ” માટે અભિનંદન પાઠવ્યા હતા અને ખાસ કરીને મહિલા મતદારોની “વિશેષ ભાગીદારી”ને જીતનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.

નિશાંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકોએ જે રીતે કામ કર્યું, મહિલાઓએ જે રીતે મતદાન કર્યું, તેમની ખાસ ભાગીદારી બિહાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ સવાલનો જવાબ આપવાને બદલી નિશાંત હસીને નીકળી ગયો હતો. જોકે, નિશાંત અગાઉ ચૂંટણી પણ લડ્યો નથી, જ્યારે રાજકારણથી પણ દૂર રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં રાજકારણમાં એન્ટ્રીની ચર્ચા હતી, પરંતુ હવે આવશે કે નહીં એ સમય કહેશે.

આ પણ વાંચો: લાલુ પ્રસાદના પરિવારમાં મોટો વિવાદ: રોહિણી પછી વધુ ત્રણ દીકરીએ પટના આવાસ છોડ્યું

ભાજપ (ભારતીય જનતા પાર્ટી), JDU (જનતા દળ-યુનાઈટેડ), LJP (રામવિલાસ પાસવાન) અને અન્ય બે પક્ષોના જોડાણ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)એ 243 સભ્યોની વિધાનસભામાં 202 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી છે. જેમાં ભાજપને 89 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. ત્યારબાદ JDUને 85 બેઠકો, LJP (રામવિલાસ)ને 19 બેઠકો, HAMને 5 બેઠકો અને RLMને 4 બેઠકો મળી છે. રાજકીય વિશ્લેષકો NDAની આ જીત પાછળ મહિલા મતદારોને જવાબદાર ગણાવી રહ્યા છે.

મહિલાઓ બની નીતીશ કુમારની વોટબેંક

ચૂંટણી પંચના ડેટા અનુસાર, આ ચૂંટણીમાં મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 71 ટકા મહિલા મતદારો તથા 62.9 ટકા પુરુષ મતદારોએ મતદાન કર્યું છે. NDAના નેતાઓએ આ જંગી જીતનો શ્રેય નીતિશ કુમારના ‘મહિલા જનાદેશ’ અને તેમના કલ્યાણકારી શાસનને આપ્યો છે. આ જનાદેશ પાછળ 2016ની દારૂબંધી નીતિ તથા ‘જીવિકા દીદી’ યોજનાને જવાબદાર માનવામાં આવે છે.

2016ની દારૂબંધી નીતિને ઘરેલુ હિંસાથી પ્રભાવિત મહિલાઓ તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું. જ્યારે 12.1 મિલિયનથી વધુ મહિલાઓ ‘જીવિકા દીદી’ યોજના થકી સૂક્ષ્મ વ્યવસાયો માટે રૂ. 10,000ની સહાય મેળવી હતી. JDUના નેતાઓના મતે જાતિ વિભાજનથી પીડાતા રાજ્યમાં મહિલાઓ એક શક્તિશાળી મતદાર વર્ગ તરીકે ઉભરી આવી જેણે ઘણા અવરોધોને પાર કર્યા અને નીતીશ કુમારના સત્તામાં પાછા ફરવાનો પાયો મજબૂત કર્યો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button