હવે નિરાંત થઈઃ પહેલગામ હુમલાના મૃતકોના પરિવારોની આખમાં ખુશી અને દુઃખના આસું

નવી દિલ્હીઃ ઘરેથી કાશ્મીર ફરવા નીકળેલા અને પરત ગોળી વિંધાયેલા શરીર સાથે કફનમાં આવેલા 26 મૃતકોના પરિવારોએ ભારતીય સેનાએ કરેલા ઑપરેશન સિંદુર બદલ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો છે. પોતાનું સ્વજન તો પરત નહીં આવે એટલે એ દુઃખ તો હંમેશાંનું રહ્યું પણ ધર્મ પૂછી પૂછીને મારી નાખનારા ત્રાસવાદીઓના ઠેકાણાને ધ્વસ્ત થયાના સમાચારે તેમને રાહત આપી છે. છેલ્લા કેટલાય દિવસોથી તેમના મનમાં જે રોષ અને વ્યથા હતી તે થોડી ઠંરી છે.
મહારાષ્ટ્રના સંતોષ જગદાળેની દીકરીએ આસ્વરીએ કહ્યું કે જ્યારે આ હુમલા વિશે ખબર પડી ત્યારે આંખમાંથી ખુશીના આસું નીકળી પડ્યા. આ ઑપરેશનનું નામ સિંદુર રાખ્યું છે. આતંકવાદીઓએ કેટલી બહેનોને વિધવા કરી, આજે તેમને પણ શાંતિ મળી. આ ભાવના દર્શાવી શકાય તેમ નથી.
શુભમ દ્વિવેદીની પત્નીએ કહ્યું કે આજ મારા પતિના આત્માને શાંતિ મળશે. અમારા મનને ઠાડક વળી છે. હું ભારતીય સેના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપું છું.
શુભમ દ્વીવેદીના પિતાએ કહ્યું કે ભારતીય સેનાને સલામ. સરકાર પર અમારો ભરોસો મજબૂત બન્યો છે. હું સતત સમાચારો જોઈ રહ્યો છું. પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર હુમલો થયો છે તે જાણી મનને શાંતિ મળી છે.
વિનય નરેવાલના પત્નીએ કહ્યું કે જ્યારથી ઘટના બની ત્યારથી અમે રાહ જોઈ રહ્યા હતા કે આ પ્રકારે કોઈ કાર્યવાહી થાય. અમને સેના અને સરકાર પર પૂરો ભરોસો હતો અને આજે આ દિવસ આવી ગયો. જે ગયા છે પરત નહીં આવે પણ અમને શાંતિ મળી છે. તેમણે મિશન સિંદુર નામ રાખવા બદલ પણ સેનાનો આભાર માન્યો હતો. આનાથી એ મહિલાઓને શાંતિ મળશે જેમણે તેમના પતિ ગુમાવ્યા છે. વિનયની માતા આશાએ કહ્યું કે મારા દીકરીનું બલિદાન વ્યર્થ નથી ગયું. અમને ખાતરી હતી કે મોદી સરકાર બદલો લેશે અને તેમણે તે પ્રમાણે કર્યુ.
આ ઑપરેશન બાદ જમ્મુમાં ભારતીય સેના ઝિંદાબાદના નાાર ગૂંજ્યા હતા.
આ પણ વાંચો….ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો પહલગામ હુમલાનો બદલો, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યવાહીની વિગતો
આ પણ વાંચો….જાણો શું છે ઓપરેશન સિંદૂર, જેણે અડધી રાતે પાકિસ્તાનની ઊંઘ કરી હરામ, ભારતે લીધો પહલગામ હુમલાનો બદલો?