નેશનલ

દેશની સૌથી મોટી બેંક RBI અને સુરક્ષિત બેંક SBIએ ખાતાધારકોને આપી ચેતવણી…

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની એન્ટ્રી બાદથી ડીપ ફેકના કેસમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આ સમસ્યાથી દેશની સૌથી મોટી બેંક ગણાતી આરબીઆઈ (RBI) પણ બાકી નથી રહી. આરબીઆઈ દ્વારા આ મામલે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે અને આ સાથે જ ડીપફેકના મામલામાં સાવધાન રહેવાની સલાહ આપી છે.

આ ઉપરાંત દેશની સૌથી સુરક્ષિત બેંકમાંથી એક એટલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)દ્વારા પણ ડીપ ફેકના કિસ્સાથી ખાસ સાવધાન રહેવાની સલાહ આપી છે.

આપણ વાંચો: દેશના ‘આર્થિક વૃદ્ધિદર’ માટે આરબીઆઈએ રજૂ કર્યું આશાવાદી અનુમાન

એસબીઆઈ દ્વારા પોતાના ગ્રાહકો અને નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતા ડીપ ફેક વીડિયોના વધી રહેલાં ફેલાવા બાબતે ચેતવણી ઉચ્ચારી છે. આ વીડિયોમાં એસબીઆઈમાં રોકાણ યોજનાઓને લોન્ટ કરવાનો જૂઠ્ઠો દાવો કરવામાં આવ્યો છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે તેમના કર્મચારી કે ટોપ મેનેજમેન્ટ આવી ભ્રામક યોજનાઓનું સમર્થન નથી કરતાં.

એસબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને યુઝર્સને ડીપફેક વીડિયો બાબતે ચેતવણી આપી છે.
એસબીઆઈ દ્વારા પોતાના ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર એસબીઆઈના ડીપ ફેક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ભ્રામક માન્યતાઓ ફેલાવવામાં આવી છે.

આપણ વાંચો: આરબીઆઈએ ગુજરાતની આ 3 બેંકોને કર્યો દંડ, જાણો વિગત

આ વીડિયોમાં એસબીઆઈના નામે ફેક સ્કીમમાં રોકાણ કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે, એસબીઆઈએ આવી કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ ન હોવાની સ્પષ્ટતા કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડીપફેક વીડિયો એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એસબીઆઈએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે બેંક એજન્ટ હોવાનો દાવો કરનારા અધિકારીઓ પર આંખો બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ.

કઈ રીતે બચશો-

⦁ જો તમને પણ એસબીઆઈના અધિકારી જેવા દેખાતા વ્યક્તિના વીડિયો કોલ પર ભરોસો ના કરવો જોઈએ
⦁ ડીપ ફેક વીડિયોને ઓળખવા માટે તમારે એ વીડિયોને ખૂબ જ ધ્યાનથી જોવો પડશે
⦁ લિપસિંક અને ફેશિયલ એક્સપ્રેશન પરથી ડીપ ફેક વીડિયો સરળતાથી ઓળખી શકાય છે
⦁ બેંક ફ્રોડથી બચવા માટે સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખવો જોઈએ અને સમય સમય પર એકાઉન્ટની તપાસ કરતાં રહો
⦁ તમારી પર્સનલ ઈન્ફોર્મેશન સુરક્ષિત રાખો, તમારી માહિકી કોઈ પણ અધિકારી કે અજાણ્યા લોકો સાથે શેર કરવાનું ટાળો
⦁ સુરક્ષિત સોફ્ટરવેરની સાથે સાથે ફ્રોડથી બચવા માટે ટુ ફેક્ટર ઓથોન્ટિફિકેશનને ઓન કરો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button