નિયમ ઉલ્લંઘન કરનારી આ બે મોટી અને મહત્વની બેન્કોને RBIએ ફટકાર્યો દંડ, જોઈ લો તમારૂ એકાઉન્ટ તો નથી ને?
નેશનલ

નિયમ ઉલ્લંઘન કરનારી આ બે મોટી અને મહત્વની બેન્કોને RBIએ ફટકાર્યો દંડ, જોઈ લો તમારૂ એકાઉન્ટ તો નથી ને?

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની 2 મોટી અને નામચીન બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર RBI દ્વારા ICICI બેન્કને રૂપિયા 12.19 કરોડ અને કોટક મહિન્દ્રા બેન્કને રૂપિયા 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ RBI દ્વારા બજાજ ફાઈનાન્સ, આરબીએલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને પણ નિયમોનું પાલન નહીં કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દેશની બે મહત્વની અને મોટી બેન્કોને આ દંડ ફટકાર્યો છે. RBIએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, ICICI Bank અને Kotak Mahindra Bankએ કેટલાક નિયમોનું પાલન ન કરવામાં આવતા તેમને દંડ આ ફટકારવામાં આવ્યો છે.

આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેન્કને રૂપિયા 12.19 કરોડનો અને કોટક મહિન્દ્રા બેન્કને રૂપિયા 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રાઈવેટ સેક્ટરની ધિરાણકર્તા આઈસીઆઈસીઆઈ બેન્કે લોન, એડવાન્સિસ સહિત અન્ય બાબતોમાં નિયમોનું પાલન ન કરતા આ દંડ ફટકારાયો છે. જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા પણ કેટલીક નાણાંકીય સેવાઓમાં ખામી હોવાનું સામે આવતા કેન્દ્રીય બેંકે આ દંડ ફટકાર્યો છે.

જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે આ રીતે આરબીઆઈ દ્વારા આ રીતે કોઈ બેન્કને દંડ ફટકારવામાં આવ્યો હોય. આ અગાઉ પણ આરબીઆઈએ 17મી ઓક્ટોબરે બજાજ ફાઈનાન્સ, આરબીએલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. બજાજ ફાઈનાન્સ પર રૂપિયા 8.50 લાખ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પર રૂપિયા 1 કરોડ તથા આરબીએલ બેન્કને રૂપિયા 64 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button