RBI ગવર્નરે રેપો રેટ અંગે કરી મહત્વની જાહેરાત; જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી(MPC)ની ત્રણ દિવસની બેઠા બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેટ 5.50 ટકા પર યથાવત રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી(MPC)ની ત્રણ દિવસીય બેઠકની શરૂઆત 4 ઓગસ્ટના રોજ થઇ હતી, આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત આજે સવારે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી હતી.
છ મહિનામાં રેપો રેટમાં ઘટાડો:
ફેબ્રુઆરી 2025 માં લગભગ પાંચ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2025 થી જુન 2025 સુધી RBI રેપો રેટમાં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી ચુકી છે. ફેબ્રુઆરી 2025માં રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો, એપ્રિલ રેપો રેટમાં ફરી 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6.00 ટકા કરવામાં આવ્યો, ત્યાર બાદ જુનમાં રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ ઘટાડીને 5.50% કરવામાં આવ્યો હતો.
કોણ લે છે નિર્ણય?
RBI ની MPC ત્રણ ઇન્ટરનલ અને ત્રણ એક્સટર્નલ એમ કુલ છ મેમ્બર્સની બનેલી હોય છે. ત્રણ ઇન્ટરનલ મેમ્બર્સમાં ગવર્નર સંજય મલ્હોત્રા, RBI ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. રાજીવ રંજન અને ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવનો સમાવેશ થાય છે. ગત ઓક્ટોબર મહિનામાં કેન્દ્રએ ત્રણ નવા એક્સટર્નલ મેમ્બર્સ સૌગતની નિમણુક કરી હતી, જેમાં અર્થશાસ્ત્રી સુગુપ્તા ભટ્ટાચાર્ય, ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઇન ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટના ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. નાગેશ કુમાર અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડિરેક્ટર પ્રોફેસર રામ સિંહનો સમાવેશ થાય છે. આ સમિતિની અધ્યક્ષતા RBI ગવર્નર કરે છે, હાલ સંજય મલ્હોત્રા આ પદ પર છે.
આપણ વાંચો: વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચે પહોંચતા સ્થાનિકમાં રૂ. 230ની અને ચાંદીમાં રૂ. 528ની આગેકૂચ