February મહિનાથી બેંકો અઠવાડિયામાં ખુલશે આટલા જ દિવસ? બજેટમાં મળશે રાહત…
નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાય સમયથી બેંક કર્મચારીઓ સરકાર પાસે ફાઈવ ડેઝ અ વીકની માંગણી કરી રહ્યા છે અને હવે એશી આશા સેવાઈ રહી છે કે પહેલી ફેબ્રુઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે. જો આવું થશે તો બેંકને દરરોજ 40 મિનિટ વધારે કામ કરવું પડશે. હાલમાં બેંક કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે.
અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા બાબતે છેલ્લાં કેટલાય સમયથી બેંક એમ્પ્લોઈ એસોસિએશન, આરબીઆઈ અને સરકારી અધિકારીઓ વચ્ચે અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને હવે જોવાની વાત એ છે કે સરકાર દ્વારા આ બજેટમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવે છે કે નહીં.
આપણ વાંચો: સરકારી બેંક કર્મચારીઓના પગારમાં વધારો અને પાંચ દિવસ કામનો IBAનો પ્રસ્તાવ
અત્યાર સુધી દેશમાં બેંકમાં મહિનાના તમામ રવિવાર તેમ જ બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. બેંક કર્મચારીઓ અને બેંક યુનિયન દ્વારા લાંબા સમયથી ફાઈવ ડેઝ અ વીકની ડિમાન્ડ કરી રહ્યા છે. જો આવું થયું તો આગામી સમયથી બેંકો સોમવારથી શુક્રવાર સુધી જ કામ કરશે અને શનિવાર અને રવિવારના બેંકો બંધ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેંક કર્મચારીઓ દ્વારા મહિનામાં 6 રજાને બદલે 8 રજાની માંગણી કરવામાં આવી રહી છે આ માટે બેંક કર્મચારી યુનિયન અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન વચ્ચે એક સમાધાન થયું છે અને હવે આ આખો કેસ આરબીઆઈ અને સરકાર પાસે પ્રલંબિત છે.
આપણ વાંચો: દિલ્હી મેટ્રોમાં કેજરીવાલ પર ધમકીભર્યો મેસેજ લખનાર યુવકની ધરપકડ, જાણીતી બેંકનો કર્મચારી છે
એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર જો સરકાર દ્વારા માંગણી મંજૂર કરવામાં આવશે તો બેંકોને દરરોજ 40 મિનિટ વધારે કામ કરવું પડશે. આવી પરિસ્થિતિમાં બેંકો ખૂલવાનો સમય સવારે 9.45 કલાક રહેશે. હાલમાં બેંક 10 વાગ્યે શરૂ થાય છે અને સાંજે પાંચ વાગ્યા સુધી કામકાજ ચલાવવામાં આવે છે. પરંતુ નવા સુધારિત ટાઈમ પ્રમાણે આ સમય વધીને 5.30 કલાક થઈ જશે.
જોકે, આ નવા પ્રસ્તાવની ગ્રાહકો પર શું અસર જોવા મળશે એના વિશે વાત કરીએ તો યુનિયનોનું એવું કહેવું છે કે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાને કારણે ગ્રાહકોની સેવા પર ખાસ અસર નહીં જોવા મળે. બેંકો દ્વારા દરરોજ 40થી 45 મિનિટ વધારે કામ કરવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારનાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ પહેલી ફેબ્રુઆરી, 2025ના બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે આ મોદી સરકારના ત્રીજા કાળનું સંપૂર્ણ બજેટ હશે.