કૉંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવાના આરોપો પર રવિશંકર પ્રસાદે આપી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ કૉંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવાના આરોપો પર ભાજપ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભાજપ નેતા રવિ શંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં હાર થવાની શક્યતાઓ જણાતા જ કૉંગ્રેસે હવે હતાશ થઇને બહાના ઉપજાવી કાઢ્યા છે. કૉંગ્રેસ પાર્ટીને એક જ સલાહ આપવાની કે તેઓ રાહુલ ગાંધીને જેટલો વધારે બોલવાનો મોકો આપશે તેટલી વધારે તેમને નિરાશા હાથ લાગશે અને નિષ્ફળતા મળશે.
રવિશંકર પ્રસાદે ક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડ પર રાહુલ ગાંધીએ લગાવેલા આરોપોનો જવાબ આપતા તેમણે રાહુલને અજ્ઞાની ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનું માર્કેટ ડાઉન છે.
મણે આ મુદ્દે રાહુલ ગાંધીની માફીની પણ માગણી કરી હતી. કૉંગેસ જે જુઠાણા ચલાવે છે, ગાળો આપે છે તે લોકો જોઇ રહ્યા છે. તેમને દેશમાં બધા જ અધિકારો મળ્યા છે, છતાં તેઓ કહે છે કે લોકશાહી નથી. વિદેશોમાં જઇને કહે છે કે દેશમાં લોકશાહી નથી. દેશના લોકો તેમને મત આપવા નથી માગતા એમાં ભાજપ શું કરે
આપણ વાંચો: મોદીની ચાઈનીઝ ગેરંટીઃ કૉંગ્રેસના નેતાએ પીએમ મોદી પર કર્યો આક્ષેપોનો મારો
રવિશંકર પ્રસાદ અહીં જ અટક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ રાહુલ ગાંધી બોલશે ત્યારે કોંગ્રેસના શેરબજારના ભાવ ગગડી જશે. રાજકીય પક્ષોે આવકવેરો ભરવો પડતો નથી, પણ દર વર્ષએ તેમણે જણાવવું પડે છે કે 20 હજારથી વધુ તેમને કેટલું દાન મળ્યું છે. રાહુલ ગાંધીએ ટેક્સ અંગે ખોટું બોલ્યા છે કે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમની અરજી હાઇ કોર્ટે ફગાવી દીધી છએ અને તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જ્યાં 1 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
રવિશંકર પ્રસાદે એમ પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું અલ્પ જ્ઞાન હંમેશા સમસ્યા ઊભી કરે છે.