બળાત્કારી અને હત્યારો રામ રહીમ 15મી વખત જેલની બહાર આવ્યો! 40 દિવસના પેરોલ મળ્યા

નવી દિલ્હી: બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર ગુજારવાના કેસ અને એક પત્રકારની હત્યાને કેસમાં દોષિત ઠર્યા બાદ 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ ફરી એક વાર જેલની બહાર આવ્યો છે. રામ રહીમના 40 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે, આ સાથે તે સુનારિયા જેલમાંથી બહાર આવ્યો છે.
કોર્ટે રામ રહીમને વર્ષ 2017 માં બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં હતો, ત્યાર બાદ 15મી વખત તેને પેરોલ આપવામાં આવ્યા છે. ડેરા સચ્ચા સૌદાના પ્રવક્તા અને વકીલ જીતેન્દ્ર ખુરાના જણાવ્યા મુજબ પેરોલ સમયગાળા દરમિયાન રામ રહીમ સિરસામાં આવેલા ડેરાનાં હેડ ક્વાટરમાં રહેશે.
16 વર્ષ પહેલાં એક પત્રકારની હત્યા બદલ પણ 2019 માં રામ રહીમ અને અન્ય ત્રણ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આપણ વાચો: બળાત્કાર કેસમાં દોષિત રામ રહીમને ફરી મળ્યા પેરોલ, 13મી વાર જેલની બહાર આવ્યો…
ચૂંટણી પહેલા ધર્મ ગુરુને મળે છે પેરોલ!
રામ રહીમ છેલ્લે ઓગસ્ટ 2025માં 40 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, એ પહેલા તેમને 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા એપ્રિલ 2025માં તેને 21 દિવસની પેરોલ મળ્યા હતાં.
જાન્યુઆરી 2025માં તેને 30 દિવસના પેરોલ મળ્યા હતાં. હરિયાણા વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા, 1 ઓક્ટોબર 2024ના રોજ તેને 20ના પેરોલ આપવામાં આવ્યા હતાં.
ઓગસ્ટ 2024 માં તેને 21 દિવસની પે રોલ આપવામાં આવી હતી. પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પહેલા 7 ફેબ્રુઆરી, 2022ના રોજ તેને ત્રણ અઠવાડિયાની પે રોલ આપવામાં આવ્યા હતાં.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સહિત અન્ય ઘણા શીખ સંગઠનોએ અગાઉ રામ રહીમને જેલ મુક્ત કરવાની ટીકા કરી ચુક્યા છે, છતાં તેને સતત પેરોલ મળી રહ્યા છે.
આપણ વાચો: હરિયાણામાં વિધાનસભા માટે મતદાન યથાવત: રામ રહિમે ભાજપને મત આપવા કરી અપીલ
ઉમર-શરજીલ સાથે અન્યાય?
નોંધનીય છે સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી રમખાણો 2020 મામલે આરોપી ઉમર ખાલીદ અને શરજીલ ઇસ્લામને જામીન આપવાની મનાઈ કરી છે, બંને છેલ્લા 5 વર્ષથી જેલમાં કેદ છે અને હજુ સુધી સુનાવણી પણ શરુ કરવામાં આવી નથી. ત્યારે બીજી તરફ હત્યા અને બાળાત્કારના દોષિતને જેલ મુક્ત કરવામાં આવતા, સોશિયલ મડીયા પર ભારતીય ન્યાયતંત્રની ટીકા કરવામાં આવી રહી છે.



