રામ ગોપાલ વર્માએ “સુપ્રીમ”ના ચુકાદા પર સાધ્યું નિશાન, લખ્યું ક્યા કુત્તા અપની મેડિકલ રિપોર્ટ…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ મામલે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો આદેશ એવો છે કે, રખડતા કૂતરાઓને પકડવામાં આવશે અને નસબંધી, રસીકરણ અને કૃમિનાશક દવા આપ્યા પછી, તેમને તે જ વિસ્તારમાં છોડી દેવામાં આવશે જ્યાંથી તેઓ પકડાયા હતા.
આ મામલે પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા જેમણાં ‘સત્યા’,‘નેકિડ’,‘રંગીલા’ અને ‘ડેન્જરસ’ જેવી ફિલ્મો બનાવી છે તેવા રામ ગોપાલ વર્માએ અનેક સવાલો કર્યાં છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સુપ્રીમ કોર્ટના આદેશ પર અનેક સવાલો કર્યાં છે. દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓ મામલે જે ચુકાદો આપ્યો છે તેમાં રામ ગોપાલ વર્માએ શું સવાલ કર્યા છે? આ રહી સંપૂર્ણ વિગતો…
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા અંગે શું ચુકાદો આપ્યો?
મીડિયામાં પોસ્ટ કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રખડતા કૂતરાઓને પહેલા પકડીને રસી આપવી જોઈએ અને પછી તે જ જગ્યાએ પાછા છોડી દેવા જોઈએ જ્યાંથી તેઓ પકડાયા હતા. આ મુદ્દા પર સવાલ કર્યો છે કે, કોઈ બાળકને કુતરૂ કરડે છે અને તેનાથી તેને હાનિ થાય અથવા તેનું મોત થાય તો શું કૂતરાનું રસીકરણ પ્રમાણપત્ર બચાવી શકાશે? ક્યાં કુત્તા અપની મેડિકલ રિપોર્ટ ખુદ પઢ કે કાટેગા? આવા અનેક સવાલો રામ ગોપાલ વર્માએ કર્યાં છે. જે કેટલાક અંશે સાચા હોવાની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
શું દરેક કૂતરાનું માનસિક સ્વાસ્થ્ય રેકોર્ડ કરવામાં આવશે?
આ મુદ્દે રામ ગોપાલ વર્માએ આ પહેલા પણ અનેક વખત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો. પ્રશ્ન એ પણ કર્યો છે કે, શું દરેક કૂતરાનું માનસિક સ્વાસ્થ્ય રેકોર્ડ કરવામાં આવશે? હવે આ મુદ્દે વિવાદ વધી રહ્યો છે.
વિવાદમાં એટલા માટે કે, સોશિયલ મીડિયામાં કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે તો કેટલાક સમર્થન પણ આપી રહ્યાં છે. અનેક લોકોનું માનવું છે કે, રોડ રસ્તા પર રખતડા કૂતરાઓને પકડીને દૂર કરવા જ જોઈએ.
રામ ગોપાલા વર્માએ એવો પણ સવાલ કર્યો હતો કે, રખડતા કૂતરાઓનું એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર રોકવા માટે કોઈ યોજના બનાવવામાં આવી છે? મૂળ વાત એ છે કે, અત્યારે રામ ગોપાલ વર્માએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પોતાનો અણગમો વ્યક્ત કર્યો અને તેની તમામ વિગતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખીને પોસ્ટ કર્યું છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ રખડતાં કૂતરાં મુદ્દે સુપ્રીમનો આદેશ જરાય વ્યવહારુ નથી