‘નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા ઈચ્છતા હતા…’ રાજનાથ સિંહનો દાવો, કોંગ્રેસે આપ્યો જવાબ

વડોદરા: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વડોદરામાં એક જાહેર કાર્યક્રમમાં આપેલા નિવેદનમાં દાવો કર્યો કે કે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદનું પુનર્નિર્માણ કરવા ઈચ્છતા હતાં, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે તેમની યોજનાને આગળ વધતા અટકાવી હતી. તેમના આ દાવાને કોંગ્રેસે પાયા વિહોણો ગણાવ્યો છે.
બુધવારે X પર પોસ્ટ કરીને કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે કહ્યું કે રાજનાથ સિંહ જુઠ્ઠાણું ફેવાઈ રહ્યા છે. તેમના આ દાવાને સાબિત કરી શકે એવા કોઈ આર્કાઇવલ અથવા દસ્તાવેજી પુરાવા નથી.
મણિકમ ટાગોરે કહ્યું, “નેહરુજીએ મંદિરોના પુનર્નિર્માણનો સહીત ધાર્મિક સ્થળો માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ પણે વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે આ ખર્ચ સરકાર દ્વારા કરવામાં ન આવે, પરંતુ જાહેર યોગદાન દ્વારા ભંડોળ એકઠું કરવામાં આવે.”
આ પણ વાંચો: પાકિસ્તાનના ‘સિંધ’ પ્રાંત મુદ્દે રાજનાથ સિંહનું સૌથી મોટું નિવેદનઃ સરહદો બદલાતી રહે, કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી શકે!
ટાગોરે લખ્યું, “જો નેહરુજીએ લાખો લોકો દ્વારા પૂજનીય પ્રતીક સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે પણ જાહેર ભંડોળનો વાપરવાનો ઇનકાર કર્યો હતો, તો પછી તેઓ બાબરી મસ્જીદના નિર્માણ માટે કરદાતાઓના પૈસા ખર્ચવાનો પ્રસ્તાવ કેમ મૂકતા?”
રાજનાથ સિંહે કર્યો હતો આવો દાવો:
‘લોખંડી પુરુષ’ તરીકે ઓળખાતા ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી માટે વડોદરા નજીક યોજાયેલા કાર્યક્રમમાં રાજનાથ સિંહે આ દાવો કર્યો હતો.
આ પણ વાંચો: ‘120 બહાદુર’ના મેકર્સે રેઝાંગ લાના વીરોનું કર્યું સન્માન: રાજનાથ સિંહેના હસ્તે કરાવ્યું આ વસ્તુનું અનાવરણ
રાજનાથ સિંહે કહ્યું હતું કે, “પંડિત જવાહરલાલ નેહરુ જાહેર ભંડોળનો ઉપયોગ કરીને બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતાં. સરદાર વલ્લભભાઈ પટેલે તેમની આ યોજનાનો વિરોધ કર્યો હતો, જેઓ ગુજરાતી માતાના પેટે જન્મ્યા હતા. તેમણે જાહેર ભંડોળનો ઉપયોગ કરીને બાબરી મસ્જિદ બનાવવા દીધી ન હતી.”
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનું કાર્ય લોકો દ્વારા મળેલા દાનથી કરવામાં આવ્યું હતું. જેના માટે એક ક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. સોમનાથ મંદિર માત સરકારી નાણાં ખર્ચવામાં આવ્યા ન હતાં.



