રાજસ્થાનના જયપુરમાં દીકરાએ માતાની હત્યા કરી, કારણ જાણી તમે પણ ચોંકી જશો | મુંબઈ સમાચાર
નેશનલ

રાજસ્થાનના જયપુરમાં દીકરાએ માતાની હત્યા કરી, કારણ જાણી તમે પણ ચોંકી જશો

જયપુર, રાજસ્થાનઃ રાજસ્થાનના જયપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક દીકરાએ પોતાની સગી માતાને ઢોરમાર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. દીકરાના ઢોર મારના કારણે માતાનું મોત થઈ ગયું છે. જયપુરના કરધણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે. એક દીકરાએ પોતાની સગી માતાની હત્યા કરી દીધી હોવાથી સમગ્ર પંથકમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. આખરે શા કારણે દીકરાએ માતાની હત્યા કરી? હત્યાનું કારણ જ્યારે જાણવા મળ્યું ત્યારે લોકો ચોંકી ગયાં હતાં.

વાઈ-ફાઈ બાબતે વિવાદ થતા માતાની હત્યા કરી નાખી

જયપુરમાં આવેલી અરૂણ વિહાર કોલોનીમાં રહેતા પરિવારમાં વાઈ-ફાઈ બાબતે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદમાં દીકરાએ આવેગમાં આવીને માતાને મારવાનું શરૂ કર્યું હતું. આરોપી દીકરો નવીનસિંહ અને માતા સંતોષ વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ બાદમાં વિવાદ વધારે ઉગ્ર બની ગયો અને દીકરાએ માતા પર હુમલો કરી દીધો હતો. દીકરાએ માતાને માતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ડૉક્ટરે માતા સંતોષને મૃત જાહેર કરી દીધા હતાં.

દીકરો પોતાની સગી માતાની હત્યા કેવી રીતે કરી શકે?

દીકરાએ માતાને માર માર્યો તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દીકરાએ જ્યારે માતા પર હુમલો કર્યો ત્યારે દીકરી, પિતા બચવાવા માટે આવે છે, પરંતુ હત્યારા દીકરાએ કોઈનું ના સાંભળ્યું અને માર મારતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ભારે શોકનો માહોલ છવાયેલો છે. એક દીકરો પોતાની સગી માતાની હત્યા કેવી રીતે કરી શકે? લોકો કહી રહ્યાં છે કે, આવો દીકરો હોય એના કરતા કોઈ દીકરો ના હોય તો સારૂ! આ દીકરાએ જે કામ કર્યું છે તેના માટે તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે.

મૂળ હરિયાણાનો રહેવાસી છે આ પરિવાર

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મૂળ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના ખેડી કુલવાના ગામના રહેવાસી લક્ષ્મણ સિંહ લગભગ 10 વર્ષ પહેલાં સેનામાંથી નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ તેમના પરિવાર સાથે જયપુરમાં સ્થાયી થયા હતા. પરંતુ તેમની સાથે આવું થશે તેનો કોઈ અંદાજ નહીં હોય! આ મામલે અત્યારે પોલીસે દીકરા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આપણ વાંચો:  ત્રણ અઠવાડિયા બાદ વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ: ભૂસ્ખલનના કારણે થઈ હતી યાત્રા સ્થગિત

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button