નેશનલ

રાજસ્થાનમાં અંતાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ‘ભાયા’ની શાનદાર જીતઃ પાંચ-પાંચ મુસ્લિમ ઉમેદવારોને હરાવ્યાં

જયપુર: બિહાર વિધાનસભાની મતગણતરી ચાલી રહી છે ત્યારે વર્તમાન ગણતરી મુજબ NDA ગઠબંધનની પાર્ટીઓ આગળ ચાલી રહી છે. બીજી બાજુ આજે બિહાર વિધાનસભાની ચૂંટણી ઉપરાંત રાજસ્થાનની એક વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીની પણ મતગણતરી શરૂ થઈ હતી. આ મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.

જોકે, રાજસ્થાન વિધાનસભાની આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસની જીત થઈ છે, જ્યારે પાર્ટીના નેતાએ પાંચ-પાંચ મુસ્લિમ ઉમેદવારને હરાવ્યાં છે.

આપણ વાચો: ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકની પેટા-ચૂંટણી માટે કુલ 24 ઉમેદવાર મેદાનમાં, જાણો વિગતો

અંતા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી

રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન “ભાયા” એ શાનદાર જીત મેળવી છે. 20 રાઉન્ડની મતગણતરીના અંતે કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મોરપાલ સુમનને 15,612 મતના મોટા માર્જિનથી હરાવી દીધા હતા.

પ્રમોદ જૈન ભાયાએ આ જીત સાથે ચોથી વખત અંતાના ધારાસભ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જે આ બેઠક પર તેમનો મજબૂત પ્રભાવ દર્શાવે છે. આ પેટાચૂંટણીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા માનવામાં આવતી હતી, પરંતુ પરિણામોએ કોંગ્રેસની મજબૂત પકડ સાબિત કરી છે.

આપણ વાચો: Rajyasabha Bypolls:ચાર રાજયની ખાલી છ રાજ્યસભા બેઠક પર 20 ડિસેમ્બરના રોજ પેટા-ચૂંટણીની જાહેરાત

ભાજપના નેતાઓનો પ્રભાવ ઘટ્યો

ભજનલાલ શર્મા (ભાજપ) સરકારે મોરપાલ સુમનને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ 15,612 મતોથી હારી ગયા. આ બેઠક પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો પ્રભાવ માનવામાં આવતો હતો, અને ભાજપના ઉમેદવાર મોરપાલ સુમન પણ તેમના નજીકના ગણાતા હતા. જોકે, કોંગ્રેસની જીતથી રાજ્યમાં પક્ષની શક્તિ ફરી એકવાર સાબિત થઈ છે.

પાંચ મુસ્લિમ ઉમેદવારોની પણ હાર

ઉલ્લેખનીય છે કે, આ પેટાચૂંટણીમાં પ્રમોદ જૈન ભાયાને હરાવવા માટે પાંચ સ્વતંત્ર મુસ્લિમ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મંજૂર આલમ, નૌશાદ, બિલાલ ખાન, જમીલ અહેમદ અને દિલદારનો સમાવેશ થાય છે. ભાયાએ માત્ર ભાજપને જ નહીં, પરંતુ આ તમામ મુસ્લિમ ઉમેદવારોને પણ મોટા માર્જિનથી હરાવી જીત મેળવી. ચૂંટણી પંચે 20 રાઉન્ડની ગણતરી બાદ પ્રમોદ જૈન ભાયાને વિજેતા જાહેર કર્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button