નેશનલ

શું રાજાના પરિવારને પોલીસ તપાસથી નથી સંતોષ? કેમ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે…

શિલોંગ: ઈન્દોરના રાજા રઘુવંશીની પત્ની સાથે લગ્ન બાદ હનીમૂન પર ગયા હતા. ત્યાં તેની પત્ની સોનમે પ્રેમ રાજ સાથે મળી રાજાની હત્યાના કાવતરાને અંજામ આપ્યો હતો. આ ચકચારી ઘટનામાં દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. હાથ સોનમ સહિત તમામ કથિત આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે પોલીસ તમામ પાસાથી સત્ય સામે લાવવા અને રાજાને ન્યાય અપવવાનો પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે રાજા પરિવારે આરોપીઓના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. પરંતુ પોલીસ પાસે પુરતા પુરાવા હોવાથી ટેસ્ટની માગને નકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પરિવારે પોલીસની તપાસ પર સંતોષ વ્યક્ત કર્યો છે.

સોમવારે રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશી શિલોંગ એસઆઈટીએ ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. વિપિને જણાવ્યું કે તેઓ આરોપીઓના નાર્કો ટેસ્ટ માટે હાઈકોર્ટમાં અરજી કરશે, કારણ કે હત્યાનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી. તેમણે રાજા અને સોનમના લગ્નમાં ચઢાવેલા દાગીનાની તસવીરો પોલીસને સોંપી, જેની તપાસ ચાલી રહી છે.

પૂછપરછની વિગતો

વિપિને પોલીસને જણાવ્યું કે સોનમે તમામ દાગીના પોતાની સાથે રાખ્યા હતા. જોકે, પોલીસને કેટલા આભૂષણો મળ્યા તેની વિગત તેમને નથી. વિપિને આભૂષણોની તસવીરો આપી, અને હવે પોલીસ તેનો મળેલી વસ્તુઓ સાથે મેળ કરશે. વિપિને શિલોંગ પોલીસની તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેસની સ્થિતિ

આ કેસમાં અત્યાર સુધી આઠ આરોપીઓની ધરપકડ થઈ છે, જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશી, આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ, રાજ સિંહ કુશવાહ અને આનંદનો સમાવેશ થાય છે. રાજાનો મૃતદેહ 2 જૂને સોહરા (ચેરાપૂંજી) નજીક ખીણમાં મળ્યો હતો, જ્યારે સોનમ વારાણસી-ગાઝીપુર હાઈવે પર ઢાબા પાસે મળી હતી.

આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યા કેસમાં આ રીતે પોલીસની રડારમાં આવ્યો સિલોમ જેમ્સ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button