ટોપ ન્યૂઝનેશનલ

કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટને ઓનલાઈન પણ રદ કરી શકાશે! રેલવે મંત્રીએ આપી જાણકારી…

નવી દિલ્હીઃ રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રકારે ટિકિટ મેળવી શકાય છે. ઓનલાઈન ટિકિટ લીધી હોય તો તેને ઓનલાઈન રદ કરાવી શકાય છે, પરંતુ જો ટિકિટ રેલવે કાઉન્ટર પરથી લીધી હોય અને તે રદ કરાવવી હોય તો? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં રેલવે કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટના ઓનલાઈન રદ થઈ શકે છે તે અંગે માહિતી આપી છે. આ માહિતી લોકો માટે ખૂબ આવશ્યક છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે ટિકિટ કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટને ઓનલાઈન રદ કરાવી શકાશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં આપી મહત્વની વિગતો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે, ટિકિટ કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ IRCTC વેબસાઇટ અથવા પૂછપરછ નંબર 139 દ્વારા ઓનલાઈન રદ કરી શકાય છે, પરંતુ રિફંડ મેળવવા માટે રેલવે રિઝર્વેશન સેન્ટર પર જવું પડશે. વૈષ્ણવે રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, રેલ્વે પેસેન્જર નિયમો 2015 માં નિર્ધારિત સમય મર્યાદા અનુસાર PRS કાઉન્ટર (રેલ્વે રિઝર્વેશન સેન્ટર) પરથી લીધેલી વેઇટલિસ્ટ ટિકિટ પરત કરવા પર રિઝર્વેશન કાઉન્ટર પર ટિકિટ રદ કરવામાં આવશે.

આ પણ વાંચો: Nepal ને પુન: હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ સાથે હિંસક પ્રદર્શન, રેલીમાં સીએમ યોગીનું પોસ્ટર, કાઠમંડુમાં કર્ફ્યુ

કાઉન્ટર પરથી લીધેલી ટિકિટ રદ કેવી રીતે કરવી?

તમે રેલવે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લઈ લીધી છે અને હવે તમારી યાત્રા સ્થગિત કે રદ થઈ છે તો ટિકિટ કેવી રીતે રદ કરવી? સામાન્ય પરિસ્થિતિઓમાં રેલવે પેસેન્જર (ટિકિટ રદ કરવા અને ભાડું પરત કરવા) નિયમો 2015 મુજબ નિર્ધારિત સમય મર્યાદામાં IRCTC વેબસાઇટ અથવા 139 દ્વારા PRS કાઉન્ટર ટિકિટ ઓનલાઈન રદ કરી શકાય છે અને રિઝર્વેશન કાઉન્ટરના મૂળ PRS કાઉન્ટર પર ટિકિટ સબમિટ કરીને રિફંડ રકમ મેળવી શકાય છે.

આ પણ વાંચો:છત્તીસગઢના બીજાપુરમાંથી ૪૫ કિલોનું આઇઇડી જપ્ત…

કાઉન્ટર પરથી ટિકિટ લેવી ખૂબ જ સરળ અને વિશ્વાસપાત્ર

રેલવેમાં યાત્રા કરવા માટે આજે પણ લોકો મોટા ભાગે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે, તે વિશ્વાસપાત્ર હોય છે. ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લેવામાં આવે તો સીટ બાબતે પણ કોઈ મૂંઝવણ રહેતી નથી અને હેરાન નથી થવું પડતું. એટલું જ નહીં પરંતુ ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લેવી ખૂબ જ સરળ હોય છે. મોટા ભાગના સ્ટેશનો પર આ સેવા 24 કલાક ચાલુ જ હોય છે. અને હવે તો ટિકિટ રદ કરાવવાની પ્રક્રિય પણ સરળ થઈ હોવાનું રેલવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button