Odisha ના કટક નજીક રેલવે અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતર્યા…

કટક : ઓડિશાના(Odisha) કટક નજીક રેલવે અકસ્માત સર્જાયો છે. જેમાં કટકના નિર્ગુન્ડી નજીક ટ્રેન નંબર 12551 કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. કટક સ્ટેશનથી નીકળ્યા બાદ કામાખ્યા એક્સપ્રેસ મંગોલી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ અને તેના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ટ્રેનના B9 થી B14ના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પૂર્વ કોસ્ટ રેલ્વે મેનેજર અને ડીઆરએમ ઘટનાસ્થળે પહોંચ્યા છે બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. તેમજ જ ટૂંક સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકન કંપની ભારતમાં બનાવશે પરમાણુ રિએક્ટર, પરમાણુ ઊર્જા ક્ષમતા વધશે

ટ્રેનોને કામચલાઉ ધોરણે ડાયવર્ટ કરવામાં આવી
કામાખ્યા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનોને કામચલાઉ ધોરણે ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 12822 (બ્રાગ), 12875 (બીબીએસ) અને 22606 (આરટીએન) ટ્રેનોના રૂટ તાત્કાલિક અસરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ દેખાયો; ભારતમાં 31મીએ ઉજવાશે ઈદ…
રેલવે અધિકારીઓએ માહિતી આપી છે કે અકસ્માત બાદ, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની પ્રક્રિયા ચાલુ છે.