નેશનલ

Rahul Gandhi ની મુશ્કેલીમાં વધારો, બ્રિટિશ નાગરિકતા મુદ્દે હાઇકોર્ટે ગૃહ મંત્રાલયને અહેવાલ રજૂ આદેશ આપ્યો

અલ્હાબાદ : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi)મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં રાહુલ ગાંધીને નાગરિકતાને પડકારતી અરજીની અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દા પર નિર્ણય લેવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે રિપોર્ટ રજૂ કરવા માટે આઠ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. પરંતુ હાઈકોર્ટે આ વિનંતીને ફગાવી દીધી હતી અને ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 21 એપ્રિલે થશે.

આ અરજીના એવી દલીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધી ભારત અને ભારત અને બ્રિટન બંનેના નાગરિક છે. તેમજ તેથી બંધારણના અનુચ્છેદ 84(A) હેઠળ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. તેથી તેમનું સંસદ સભ્ય પદ રદ કરવું જોઈએ.

આપણ વાંચો: Rahul Gandhi ની મુશ્કેલીમાં વધારો, હવે લખનૌની અદાલતે હાજર ન રહેતા ફટકાર્યો દંડ

રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 1 જુલાઈ 2024ના રોજ કર્ણાટકના વકીલ અને ભાજપના સભ્ય એસ વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમા રાહુલ ગાંધી પર બ્રિટિશ નાગરિકતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

અરજદારે 2022 ના રોજ બ્રિટિશ સરકારના એક ગુપ્ત મેઇલનો ઉલ્લેખ કરીને આ આરોપ લગાવ્યો હતો. વિગ્નેશ શિશિરે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 9(2) હેઠળ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી હતી.

આપણ વાંચો: Arvind Kejriwal અને આપ નેતાઓની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આ કેસમાં પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો…

અરજદાર પાસે બ્રિટિશ સરકારના દસ્તાવેજો

આ અરજીમાં રાહુલ ગાંધીએ બ્રિટિશ નાગરિકતા છુપાવવાના આરોપસર આ વર્ષે રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી છે કે તેમની પાસે બ્રિટિશ સરકારના બધા દસ્તાવેજો અને કેટલાક ઇમેઇલ્સ છે જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે અને તેથી તેઓ ભારતમાં ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. તેથી તેઓ લોકસભા સભ્ય પદ મેળવી શકે નહિ.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 2024માં રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. આ પહેલા પણ તેઓ અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યા છે. જોકે, રાહુલ ગાંધી 2019ની ચૂંટણીમાં અમેઠીથી ચૂંટણી હારી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button