‘કર્ણાટક-મહારાષ્ટ્રમાં મતોની ચોરી થઈ’: રાહુલ ગાંધીએ EC પર ફરી કર્યા પ્રહાર
રાહુલ ગાંધીના આરોપો અંગે ચૂંટણી પંચે પણ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નવી મતદાર યાદીને લઈને વિપક્ષે ચોમાસું સત્રમાં સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં કરવામાં આવેલી ગેરરીતિને લઈને મોટો ખુલાસો કરવાની વાત કરી હતી.
આજે ફરી રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચૂંટણી દરમિયાન થયેલી મતોની ચોરીની વાત કરી છે. આ મુદ્દે ચૂંટણી પંચે પણ આક્રમક પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને આ આરોપોને ફક્ત હાઈ કોર્ટમાં પડકારી શકાય છે એમ જણાવ્યું હતું.
આપણ વાંચો: ટ્રમ્પના 50% ટેરિફને રાહુલ ગાંધીએ આર્થિક બ્લેકમેલ ગણાવ્યો, પીએમ મોદી માટે કહ્યું કે…
રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનમાં પુરાવા આપ્યા
નવી દિલ્હી ખાતે આજે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે પ્રેઝન્ટેશનના માધ્યમથી ચૂંટણીમાં થયેલી મતની ચોરીને ઉજાગર કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દેશમાં લાંબા સમય બોગસ મતદાન થઈ રહ્યું છે.
આ ચોરી પકડવામાં લાંબો સમય લાગ્યો છે. અમે બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠકની મહાદેવપુરા વિધાનસભા બેઠક પર મતદાર યાદીની તપાસ કરી હતી. આ બેઠક પર અમે 34,707 મતથી હાર્યા હતા. આ બેઠક પર ભાજપ એક લાખથી વધુ માર્જીન સાથે જીત્યું હતું. તેથી અમને શંકા ગઈ હતી કે 6.5 લાખ પૈકી 1 લાખથી વધારે મતની ચોરી થઈ છે.”

આપણ વાંચો: રાહુલ ગાંધીને તતડાવનારી સુપ્રીમ કોર્ટને પ્રિયંકા ગાંધીએ શું આપ્યો જવાબ ?
રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું કે આંતરિક તપાસમાં અને જાણવા મળ્યું કે, આ મતદારો પૈકીના એક લાખથી વધારે મતદારો નકલી છે અથવા જેમના સરનામાં ખોટા છે. 40 હજાર ઘરના એડ્રેસ શૂન્ય છે.
ઘણા લોકોના પિતાના નામ આગળ કઈ પણ લખી દેવામાં આવ્યું છે. નકલી મતદારોની સંખ્યા ઘણી વધારે છે. 11 હજાર શંકાસ્પદ એવા છે, જેમણ ત્રણ વાર મત આપ્યો છે. આ લોકો ક્યાંથી આવ્યા? એક જ સરનામાં પર 46 મતદાતાઓ છે. એક રૂમના ઘરમાં 80 મતદાતા છે.
આ ચૂંટણી પંચ અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની મિલીભગત છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, શકુની રાની નામની 70 વર્ષીય મહિલાનું નામ યાદીમાં બે જગ્યા છે. તેણે બે વાર મતદાન કર્યું છે. આ રીતે મતદાન કરનારા લોકોની સંખ્યા 33 હજાર છે.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સહિત ‘ઇન્ડિ’ ગઠબંધનના નેતાઓને મળશે, કેમ ખાસ છે આ મુલાકાત?
પાંચ પ્રકારે થઈ રહી છે મતોની ચોરી
રાહુલ ગાંધીએ પોતાના પ્રેઝન્ટેશનમાં મતની ચોરીના 5 પ્રકાર બતાવ્યા હતા. જેમાં નકલી મતદાતાઓ, ખોટા અને અમાન્ય સરનામા, એક જ સરનામે અનેક મતદાઓ, અમાન્ય ફોટો અને ફોર્મ 6નો દૂરુપયોગ જેવા પાંચ પાસાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ પણ ચોરીના આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 40 લાખ મતદાર રહસ્યમયી છે. પાંચ મહિનામાં અનેક મતદારોને ઉમેરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા બાદ મતદાનમાં ભારે વધારો થયો હતો. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે એક કરોડથી વધારે નવા મતદારો યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. મતદાર યાદીને લઈને ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ અને જણાવવું જોઈએ કે આ મતદાર યાદી સાચી છે કે ખોટી?
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને તતડાવ્યા, ચીને ભારતની જમીન પચાવી હોવાની ખબર તમને કઈ રીતે પડી ?
રાહુલ ગાંધીની ચૂંટણી પંચને ચેતવણી
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે, અમને લાગે છે કે અનેક બેઠકોની મતદાર યાદીમાં આવી ગરબડ થઈ છે. ચૂંટણી પંચમાં તમે સીનિયર કે જૂનિયર કોઈ પણ હોવ, અમે તમને છોડીશું નહીં.
ચૂંટણી પંચે દેશવાસીઓને જવાબ આપવો પડશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મતદાર યાદીની ગરબડને ઉજાગર કરવા માટે અમે પાંચ તબક્કામાં તપાસ કરી હતી. જેમાં છ મહિનાનો સમય લાગ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ લગાવેલા આરોપોને લઈને ચૂંટણી પંચ કેવી પ્રતિક્રિયા આપે છે એ જોવાનું રહ્યું.