ભારતીય લોકશાહી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું: ભાજપે કહ્યું, પ્રચારના નેતા… | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતીય લોકશાહી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું: ભાજપે કહ્યું, પ્રચારના નેતા…

કોલંબિયા/નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ભારતમાં લોકતંત્ર અને ભારત અને ચીન વચ્ચેના સંબંધો મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. દક્ષિણ અમેરિકન સ્ટેટ કોલંબિયાની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું કે ભારતીય લોકતંત્ર પર વ્યાપક પ્રમાણમાં હુમલા થઈ રહ્યા છે પણ ચીનના માફક લોકોને દબાવી શકો નહીં.
રાહુલ ગાંધીની ટીકા મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ તેમની પ્રતિક્રિયાને વખોડી પ્રચારના નેતા ગણાવ્યા હતા. ભાજપના નેતાઓએ વિદેશી મંચ પર ભારતીય લોકશાહીને બદનામ કરવા બદલ આકરી ટીકા કરી હતી.

કોલંબિયા યુનિવર્સિટીના એક કાર્યક્રમને કોંગ્રેસના સાંસદે કહ્યું હતું કે ભારતમાં અનેક ધર્મ, પરંપરા અને ભાષાઓ છે. એક લોકતાંત્રિક વ્યવસ્થા તમામ લોકોને સ્થાન આપે છે, પરંતુ અત્યારે આ લોકતંત્ર વ્યવસ્થા પર દરેક જગ્યાએથી હુમલાઓ થાય છે.

આ પણ વાંચો: બેરોજગારીનો સીધો સંબંધ વોટ ચોરી સાથે છે; રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

કાર્યક્રમ વખતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે આગામી 50 વર્ષમાં ભારત અને ચીન દુનિયાનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મને ચીન અંગે ખબર નથી, પરંતુ ભારત પોતે દુનિયાનું નેતૃત્વ કરે એવું માનતો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં બોલવાની સ્વતંત્રતા નથી અને લોકશાહી જેવું પણ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે રોકડથી છુટકારો મેળવવા માટે નોટબંધી કરી હતી, પણ સફળ રહી નહીં. નીતિગત રીતે પણ નિષ્ફળતા હતી.

રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આજે ભારતના લોકોને વિજયાદશમીની શુભેચ્છા આપી હોત, પરંતુ ભારત પર હુમલાઓ કરે છે. તેઓ દેશમાં રહી અને વિદેશમાં રહીને ભારત પર હુમલા કરે છે. તેમણે કહ્યું કે જો દેશમાં વિકાસ, ભાજપ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ અપશબ્દો કહેતા હોય તો એકમાત્ર રાહુલ ગાંધી, તેથી તેમને દેશની વિરુદ્ધ બોલવાનો કોઈ અધિકાર નથી. તેઓ ભારત અને વિદેશમાં પાયાવિહોણી વાતો કરે છે. તમે જો રાહુલ ગાંધી વિદેશમાં ભારતનું અપમાન કરશો તો સમજી લેજો તમને દેશમાં સીટ મળી છે એ પણ નહીં મળે. અમે તેમના નિવેદનની આકરી ટીકા કરીએ છીએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button