Top Newsનેશનલ

રાહુલ ગાંધીના ‘હાઇડ્રોજન બોમ્બ’ અંગે હરિયાણાના મતદારે કર્યો મોટો ખુલાસો, તેમનું નામ પણ…

અંબાલા, હરિયાણાઃ રાહુલ ગાંધીએ વોટ ચોરી મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને ચૂંટણી પંચ પર અનેક મોટા આક્ષેપો કર્યો હતો. રાહુલ ગાંધીએ જે મહિલાઓનો ફોટો બતાવીને કહ્યું હતું કે, અનેક મતદાર ઓળખ કાર્ડમાં તેમનો ફોટો છે. વાસ્તવમાં આ મહિલાનું નામ ચરણજીત કૌર છે, 75 વર્ષીય આ વૃદ્ધા હરિયાણાના અંબાલા જિલ્લાના ઢકોલા ગામના રહેવાસી છે. આમનું કહેવું છે કે, ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં તેમણે માત્ર એક જ વખત મતદાન કર્યું હતુ. પરંતુ તેમના ફોટો અનેક મતદાર ઓળખ કાર્ડ પર હોવાનું જાણવા મળ્યું હતું. ચાલો વિગતે વાત કરીએ કે આ મહિલાએ શું કહ્યું…

75 વર્ષીય મહિલા ચરણજીત કૌર કરી સ્પષ્ટતા

ચરણજીત કૌરે કહ્યું કે, જ્યારે તેઓ મતદાન કરવા માટે ગયા ત્યારે મતદાર યાદીમાં તેમનો ફોટો હતો, પરંતુ આ ફોટો કોઈ બીજા વ્યક્તિના નામ સામે હતો. જેથી આ મામલે તેમણે પોતાના દીકરાને જાણ પણ કરી હતી. તેમના દીકરાએ આ મામલે અધિકારીઓને જાણ કરી હતી કે, તેમની માતાનો ફોટો અન્ય મતદારોના નામ સામે પણ છે ત્યારે અધિકારીઓએ તથ્યહીન જવાબ આપ્યો હતો. અધિકારીઓએ આને માત્ર પ્રિન્ટિંગની ભૂલ ગણાવી દીધી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તે વખતે ચરણજીત કૌરનો દીકરો સરપંચની ચૂંટણી લડી રહ્યો હતો અને ચૂંટણી હારી ગયો હતો.

મતદાર યાદીમાં અનેક ભૂલો હોવાનો ખુલાસો?

મીડિયા એજન્સીએ આ મામલે હરિયાણામાં અનેક મતદાતાઓ સાથે વાત કરી હતી. જેથી મતદાર યાદીમાં અનેક ભૂલો હોવાનો ખુલાસો થયો હતો. સોનીપત જિલ્લાના મલિકપુર ગામમાં ચાર સભ્યોનો આખો પરિવાર મતદાર યાદીમાંથી ગાયબ હતો. જ્યારે કેટલાક મતદાતાઓ સંઘીય ચૂંટણીમાં મતદાન કરી શક્યા હતા પરંતુ પછીની ચૂંટણીમાં મતદાન કરી શક્યા નહોતા. જેથી મતદાર યાદીને લઈને અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.

હરિયાણા ચૂંટણીમાં વોટની ચોરી થઈ હોવાનો આક્ષેપ

રાહુલ ગાંધીએ પણ હરિયાણા ચૂંટણીમાં વોટ ચોરી થઈ હોવાનું આક્ષેપ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, હરિયાણા ચૂંટણીમાં 22 મતદાર ઓળખ કાર્ડ પર બ્રાઝિલિયન મહિલાનો ફોટો હોવાનો દાવો કર્યો હતો. આ ચૂંટણીમાં આશરે 25 લાખ વોટની ચોરી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનું કહેવું છે કે, હરિયાણામાં દર આઠ વોટમાંથી એક વોટ નકલી છે. જે કુલ મતદાતાની 12 ટકા થાય છે.

રાહુલ ગાંધીના આક્ષેપોની કિરેન રિજિજુએ આકરી નિંદા કરી

આ વોટ ચોરીના આરોપ બાદ બીજેપા દ્વારા પણ કોંગ્રેસને વળતો જવાબ આપવામાં આવ્યો હતો. બિહાર ચૂંટણીમાં મતદાન શરૂ થાય તે પહેલા રાહુલ ગાંધીના આક્ષેપોની કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ આકરી નિંદા કરી હતી. કિરેન રિજિજુનું કહેવું છે કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે બિહારમાં કઈ છે નહીં તે માટે તેઓ હવે હરિયાણા તરફ જઈ રહ્યાં છે. બીજેપી દ્વારા રાહુલ ગાંધીના આક્ષેપોને નકારી દેવામાં આવ્યાં અને આને માત્ર રાજકીય દાવ ગણાવ્યો છે. બીજેપીએ આક્ષેપ એવા પણ કર્યો છે કે, રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ યાત્રા કરીને આવે છે ત્યારે આવા આક્ષેપો કરવા લાગે છે.

આ પણ વાંચો…પરમાણુ બોમ્બથી હજાર ઘણો ખતરનાક હોય છે હાઈડ્રોજન બોમ્બ, જાણો વિગતે…

બ્રાઝિલિયન મહિલાએ વીડિયો વાયરલ કરી શું કહ્યું?

મહત્વની વાત એ છે કે, રાહુલ ગાંધીએ બ્રાઝિલિયન મહિલાનો ફોટો બતાવ્યો હતો તેનું સાચુ નામ લરિસા નેરી છે. તેણે પણ એક વીડિયો વાયરલ કરીને સ્પષ્ટતા કરી છે. લરિસા નેરી આ વીડિયોમાં કહી રહી છે કે, ‘મિત્રો, તેઓ મારા જૂના ફોટાનો ઉપયોગ કરી રહ્યા છે. તે જૂનો ફોટો છે, ખરું ને? હું લગભગ 18 કે 20 વર્ષની હતી. મને ખબર નથી કે આ ચૂંટણી છે કે મતદાન સાથે સંબંધિત કંઈક… અને તે પણ ભારતમાં. તેઓ લોકોને છેતરવા માટે મને ભારતીય તરીકે દર્શાવી રહ્યા છે.’

રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ ચૂંટમી પંચ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો. હરિયાણા ચૂંટણી પરિણામોની સમીક્ષા દરમિયાન કોંગ્રેસ દ્વારા આ મામલે કોઈ અપીલ કે વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો, જેથી રાહુલ ગાંધીના આ આરોપો પાયાવિહોણા હોવાનું કહેવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના દાવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો…રાહુલ ગાંધીએ ‘હાઇડ્રોજન બોમ્બ’ ગણાવેલી લારિસા નેરીએ વીડિયો શેર કરી કહ્યું, મને ચૂંટણી વિશે ખબર નથી…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button