‘રાહુલ ગાંધી પોતાની પાર્ટીના ‘ફ્લેગ’ને નથી બચાવી શકતા એ દેશ શું ચલાવશે’ ? નિર્મલા સિતારમન
વિકસિત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના સંકલ્પને દોહરાવવા અને કેન્દ્ર સરકારના નાણામંત્રીએ નિર્મલા સિતારમન છેલ્લા દાયકામાં કરેલા કાર્યોની સમજ માટે ગુજરાતનાં પ્રવાસે છે. કેન્દ્રિય નાણામંત્રીએ સિતારમને INDI એલાયન્સમાં બહુ ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ પર મોટા મતભેદ હોવાના આરોપ લગાવ્યા. સિતારમને કહ્યું કે, એક- એક રાજ્યમાં સ્થિતિ આ જ છે કે કોંગ્રેસ અને INDI ગઠબંધનમાં આ જ સ્થિતિ છે.આ ગઠબંધન એક નાટક છે. દેશને કેવી રીતે આગળ લઈ જવો એ દિશામાં તેઓનું કોઈ વિઝન જ નથી
વધુમાં સિતારમને તમિલનાડુની રાજનીતિ પરના એક સવાલ પર જવાબ આપતા કહ્યું કે, દ્રવિડિયન સંસ્કૃતિમાં હિન્દુ અને સનાતન ધર્મ પર વરસોથી અપમાન સહન કરીએ છે.દેશહિતમાં જે વાત થતી હોય તેના વિરૂદ્ધમાં થાય છે. લોકસભા ચૂંટણીમાં વધુ થતું હશે પણ, આ સિલસિલો વરસોથી ચાલ્યો આવે છે.
દેશની રાજનીતીમાં પહેલા અમેઠીથી અને હવે વાયનાડથી લોકસભા ચૂંટણી લડતા રાહુલ ગાંધી પર કેન્દ્રિય મંત્રીએ આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીની કેરળના વાયનાડમાથી ઉમેદવારીને લઈને નિર્મલા સિતારમને કહ્યું કે, તેઓ વાયનાડમાથી શા માટે લડે છે.છેલ્લા પાંચ વર્ષથી તેઓ વાયનાડ થી સાંસદ હોવા છ્તા તેઓએ સંસદમાં એક પણ સવાલ તેમના લોકસભા મતક્ષેત્રના સંદર્ભમાં પૂછ્યો નથી
દેશના સંરક્ષણ ક્ષેત્રમાં ડિફેન્સ મંત્રાલયમાથી આવેલા આંકડા મુજબ 23 હજાર કરોડનો ફાયદો ડિફેન્સ એકસપોર્ટથી થયો છે ભારતના સ્ટાર્ટ અપ અને વડાપ્રધાન મોદીના પ્રયાસથી સંરક્ષણ ક્ષેત્રે ભારતની સ્થિતિ વધુ મજબૂત છે