ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર, ‘ચૂંટણી બોન્ડ દુનિયાનું સૌથી મોટું ખંડણી રેકેટ’
ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરી ત્યારથી દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ઈલેક્ટોરલ બોન્ડની સૌથી મોટી લાભાર્થી ભાજપ પર વિરોધ પક્ષો આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આજે પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ” કેટલાક વર્ષ પહેલા નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ઈલેક્ટોરલ બોન્ડના ડેટાને જાહેર કરવામાં આવે. જે બાદ ડેટા સામે આવ્યો કે દેશની મોટી કોર્પોરેટ કંપનીઓએ ભાજપને હજારો કરોડ રૂપિયા આપ્યા છે. આ એક દેશવિરોધી કૃત્ય છે. આનાથી મોટું રાષ્ટ્રવિરોધી કૃત્ય ન હોઈ શકે.”
“થોડા વર્ષો પહેલા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટોરલ બોન્ડ યોજનાએ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ છે. ઈલેક્ટોરલ બોન્ડ મોટી કંપનીઓ પાસેથી પૈસા પડાવવાનું એક માધ્યમ છે. કોન્ટ્રાક્ટનો એક હિસ્સો લેવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચારનો સૌથી મોટો કેસ છે, જે કંપનીઓ સામે તપાસ એજન્સીઓએ કાર્યવાહી કરી તે કંપનીઓએ જ ભાજપને દાન આપ્યું છે. હવે એવી અપેક્ષા છે કે સુપ્રીમ કોર્ટ તે એજન્સીઓની પણ તપાસ કરાવશે.”
રાહુલ ગાંધીએ કહ્યું કે, “સુપ્રીમ કોર્ટના આધેશ બાદ નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડની વિગતોને જાહેર કરવામાં આવે, ત્યાર બાદ જે ડેટા સામે આવ્યો તેના પરથઈ જાણવા મળે છે કે દેશની મોટી કોર્પોરેટ કંપનીઓએ ભાજપને હજારો કરોડ રૂપિયા આપ્યા છે. આ એક દેશ વિરોધી કૃત્ય છે. આનાથી મોટું રાષ્ટ્રવિરોધી કૃત્ય કોઈ હોઈ ન શકે.”
રાહુલ ગાંધીએ વઘુમાં જણાવ્યું કે, “ભાજપ સરકાર ED, CBI, IT પર દબાણ કરીને કંપનીઓ પાસેથી પૈસા વસુલી રહી છે. જે કંપનીઓ પર તપાસ એજન્સીઓએ કાર્યવાહી કરી હતી તે કંપનીઓએ ભાજપને દાન આપ્યું હતું. આશા છે કે સુપ્રીમ કોર્ટ આની તપાસ કરશે.” આ સમગ્ર દેશની સિસ્ટમને ભ્રષ્ટાચારમાં નાખવા જેવું છે. આ પીએમ મોદીનો વિચાર છે. આ નીતિન ગડકરીએ નહીં, પરંતુ પીએમ મોદીએ કર્યું છે.”
પીએમ મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “થોડા વર્ષો પહેલા પીએમ મોદીએ હિંદુસ્તાનની પોલિટિકલ ફાયનાન્સની સિસ્ટમને સુધારવાની વાત કરી હતી અને ઈલેક્ટોરલ બોન્ડ યોજના લાવ્યા હતા, પરંતુ હવે ઈલેક્ટોરલ બોન્ડનું સત્ય દેશની સામે છે. પીએમ મોદીએ જે ઈલેક્ટ્રોર બોન્ડનો કોન્સેપ્ટ આપ્યો છે તે દુનિયાનું સૌથી મોટું ખંડણી રેકેટ છે.
દેશની તપાસ એજન્સીઓને આડે હાથ લેતા રાહુલ ગાંધીએ કહ્યું, “CBI, ED, IT (ઈન્કમ ટેક્સ વિભાગ) વગેરે ભાજપ અને RSSના હથિયાર છે, આ હવે ભારતની તપાસ એજન્સીઓ નથી રહી. ચૂંટણી બોન્ડ કૌભાંડ સાથે જોડાયેલા લોકોએ વિચારવું જોઈએ કે કોઈ દિવસ ભાજપ સરકાર જશે. “આ પછી, એવી કાર્યવાહી કરવામાં આવશે કે તે ફરી આવું ક્યારેય નહીં કરે. આ મારી ગેરંટી છે.”