નેશનલ

રાહુલ ગાંધીના આક્ષેપો પર ચૂંટણી પંચનો વળતો જવાબ! SIR મુદ્દે પણ આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ ફરી એકવાર વોટ ચોરીનો મુદ્દો છંછેડ્યો છે. હરિયાણામાં વોટ ચોરી મામલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યાં હતાં. રાહુલ ગાંઘીએ કરેલા દરેક સવાલોનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, હરિયાણામાં મતદાર યાદી સામે કોઈ અપીલ થઈ ન હતી. 90 વિધાનસભા બેઠકો સામે હાલમાં હાઈકોર્ટમાં માત્ર 22 ચૂંટણી અરજીઓ પેન્ડિંગ છે. આ સાથે ચૂંટણી પંચે પણ કેટલાક સવાલો કર્યાં છે.

હરિયાણામાં મતદાર યાદી સામે કોઈ અપીલ થઈ ન હતી

ચૂંટણી પચે જે આરોપ લાગ્યાં તે મામલે જવાબ આપતા પંચે કહ્યું કે, ચૂંટણી વખતે કોંગ્રેસના મતદાન એજન્ટ મતદાન કેન્દ્ર પર શું કરી રહ્યાં હતા? જો મતદાતા પહેલા મતદાન કરી ચૂક્યો હોય, અથવા તો પોલિંગ એજન્ટને મતદાતા પર શંકા હોય તો પછી તેણે વિરોધ શા માટે ના કર્યો? જો કે, આ વાત પ્રશ્ન કરે તેવી છે. કારણ કે, એક વ્યક્તિ વારંવાર, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો તેમ કોઈ એક બે વખત નહીં પરંતુ 22 વખત મતદાન કરી જાય તો પછી કોંગ્રેસના પોલિંગ એજન્ટને કેમ કોઈ જાણ ના થઈ? અને જાણ થઈ તો પછી તેનો વિરોધ કેમ ના કર્યો? આ અંગે ચૂંટણી પંચે રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો છે.

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે દિલ્હીમાં પ્રેસ યોજીને હરિયાણામાં વોટ ચોરીને આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો એવો આરોપ છે કે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં 25 લાખ વોટની ચોરી થઈ છે. આ આરોબ બાદ ચૂંટણી પંચનો જવાબ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યો છે. આ દરમિયાન હવે એસઆઈઆર મુદ્દે પણ ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર આકરા સવાલ કર્યાં છે.

કોંગ્રેસના BLA દ્વારા કેમ વિરોધ કરવામાં ના આવ્યો?

ચૂંટણી પંચનું કહેવું છે કે, શું રાહુલ ગાંધી એસઆઈઆરનું સમર્થન કરે છે? જે નાગરિકતા ચકાસણી તેમજ ડુપ્લિકેટ, મૃત અને સ્થાનાંતરિત મતદારોને દૂર કરે છે અથવા તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે! એવું લાગી રહ્યું છે કે, રાહુલ ગાંધી રાજકીય વાતોમાં જાતે ફરાઈ રહ્યાં છે. વધુમાં ચૂંટણી પંચે જવાબ આપતા કહ્યું કે, એકથી વધારે નામો હટાવવા માટે સુધારા દરમિયાન કોંગ્રેસના BLA દ્વારા કોઈ દાવો કે વિરોધ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં પરંતુ આ મામલે INC ના BLA દ્વારા કોઈ અપીલ પણ કરવામાં આવી નથી. તો પછી પ્રશ્ન એ થાય છે કે, રાહુલ ગાંધી કયાં આધાર પર વિરોધ કરી રહ્યાં છે? અને જો એકજ નામના એકથી વધારે મતદાતાઓ હોવાને તેઓ દાવો કરે છે તો પછી એસઆઈઆરનો વિરોધ શા માટે કરી રહ્યાં છે?

વોટ ચોરી મામલે રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ આમને સામને

રાહુલ ગાંધીના આરોપ અંગે ચૂંટણી પંચ દ્વારા જે જવાબ આપવામાં આવ્યો અને જે આક્ષેપો કરવામાં આવ્યાં તે અંગે હવે કોંગ્રેસ દ્વારા શું જવાબ કે પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવાનું રહેશે. ચૂંટણી પંચે તો એવું પણ કહ્યું કે, કોઈ એવું કહી રહ્યું છે કે, આ ડુપ્લિકેટ લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે. છેલ્લા ઘણાં સમયથી રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સામે ચૂંટણી પંચ દ્વારા પણ જવાબો આપવામાં આવી રહ્યાં છે.

આપણ વાંચો:  હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વખત કર્યું મતદાન; રાહુલ ગાંધી કર્યો મોટો ઘટસ્ફોટ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button