ઘરમાં રાધિકાનો શ્વાસ રૂંધાતો હતો, પરિવારે લગાવ્યા હતા અનેક પ્રતિબંધ: બેસ્ટ ફ્રેન્ડે વીડિયોમાં કહી ઈમોશનલ વાત

ગુરુગ્રામ: રાધિકા યાદવ હત્યાકાંડ સમગ્ર દેશમાં જાણીતો બની ગયો છે. લોકોના મહેણાટોણાના ત્રાસથી પિતા દીપક યાદવે પોતાની દીકરીની હત્યા કરી નાખી હતી. રાધિકા સ્ટેટ લેવલ ટેનિસ પ્લેયર હતી અને તે હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા ઈચ્છતી હતી. પરંતુ તેના ઘરનું વાતાવરણ અને પરિવારજનો તેને સાથ આપી રહ્યા ન હતા. આવી વાત રાધિકા યાદવની કથિત મિત્ર હિમાંશિકા રાજપુતે જણાવી છે. હિમાંશિકા રાજપુતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે રાધિકા યાદવ પર તેના પિતા દ્વારા લગાવેલા પ્રતિબંધોનો પર્દાફાશ કર્યો છે.
વીડિયોમાં હિમાંશિકાની આંખો ભીની હતી, પરંતુ શબ્દોમાં દર્દની સાથોસાથ ગુસ્સો પણ હતો. હિમાંશિકાએ જણાવ્યું કે, રાધિકાના પપ્પા તેના પર નિયંત્રણ રાખતા હતા. તેને ફોટો પડાવવાનું અને વીડિયો બનાવવાનું પસંદ હતું. પરંતુ ધીરે-ધીરે બધુ બંધ થઈ ગયું. તેમને તેની આઝાદી ગમતી ન હતી. રાધિકા સ્વતંત્રતાથી જીવવા ઈચ્છતી હતી. પરંતુ તે કહેતી હતી કે, તેના પરિવારમાં ઘણા પ્રતિબંધ છે. તે ખુલીને હસતી હતી, પરંતુ તે પોતાના જ ઘરમાં શ્વાસ રૂંધાવા જેવો અનુભવ કરતી હતી. તેનો પોતાની જાત પર કોઈ કંટ્રોલ ન હતો. આ રીતે કોણ રહેવા માંગશે. દરેક બાબતે એની ચોખવટ કરતા રહો કે, કેમ કરી રહ્યા છો? શું કરી રહ્યા છો?
રાધિકાની હત્યાને લઈને લવ જિહાદના આરોપો પણ લગાવાઈ રહ્યા છે. જોકે હિમાંશિકાએ આ આરોપોને ફગાવતા કહ્યું કે, જો લવ જિહાદ જેવું કશુ છે, તો અનો પુરાવા કેમ નથી. રાધિકાને દરેક જણ સાથે વાત કરવાની મંજૂરી ન હતી. તેના પણ અનેક પ્રકારના પ્રતિબંધ હતા. તે દરેક જણ સાથે વાત કરી શકતી ન હતી. કોઈ સાથે ફોન પર વાત કરતી વખતે તેને એ કહેવું પડતું હતું કે, તે કોની સાથે વાત કરી રહી છે.
વીડિયો શેર કરતા હિમાંશિકાએ જણાવ્યું કે, મારી બેસ્ટ ફ્રેન્ડ રાધિકાની હત્યા તેના પિતાએ જ કરી હતી. તેમણે પાંચ ગોળી મારી હતી. જે પૈકીની ચાર ગોળી તેને વાગી હતી.સતત ઘણા વર્ષોથી ટીકા કરીને તેઓ તેને પોતાના નિયંત્રણમાં રાખીને તેનું જીવન દુખદાયી બનાવી દીધું હતું. આખરે, તેમણે પોતાના તથાકથિત દોસ્તની વાત માની લીધી જે તેમની સફળતા ગમતી ન હતી. રાધિકાએ ટેનિસમાં કારકિર્દી બનાવવામાં ઘણી મહેનત કરી હતી અને પોતાની એકેડમી પણ બનાવી હતી. તે પોતાના માટે ઘણુ સારું કરી રહી હતી. પરંતુ તે લોકો તેને સ્વતંત્ર રીતે જોઈ શકતા ન હતા. તે તેને શોર્ટ્સ પહેરવા, છોકરાઓ સાથે વાત કરવા અને પોતાની શરતોના આધારે જિંદગી જીવવા માટે શરમનો અનુભવ કરાવતા હતા.
આપણ વાંચો: કર્ણાટકની ગુફામાં બે દીકરીઓ સાથે રહેતી હતી રશિયન મહિલા, આધ્યાત્મિક શોધમાં ભારત આવી હોવાનો દાવો
હિમાંશિકાએ જણાવ્યું કે, હું અને રાધિકાએ 2012 અથવા 2013માં રમવાની શરૂઆત કરી હતી. અમે સાથે મુસાફરી કરતા હતા. અમે સાથે ઘણી મેચ રમી હતી. મેં તેને કોઈ સાથે વધારે વાત કરતા જોઈ નથી. હંમેશા મેં એવું જોયું હતું કે, તે પોતાના માતા-પિતા સાથે જોવા મળતી હતી. મને યાદ છે કે, વીડિયો કોલ કરતી વખતે પણ તેને જાણ કરવી પડતી હતી કે જુઓ હિમાંશી સાથે વાત થઈ રહી છે. હું તેના ઘરે પણ જતી હતી. તેની એકેડમી તેના ઘરથી 50 મીટર જ દૂર હતી. તેમ છતાં તેના ઘરે આવવાનો સમય નક્કી હતો, તેનાથી મોડું કરી શકાતું ન હતું. તમે તેના ઘરેથી પણ તેની એકેડમી જોઈ શકતા હતા. જ્યાં તેણે ટ્રેનિંગની શરૂઆત કરી હતી. તે એક સારી કોચ હતી, તેને તમામ વિદ્યાર્થીઓને પણ ગમતી હતી.
ઉલ્લેખનીય છે કે, રાધિકા યાદવે એક વીડિયો આલ્બમમાં કામ કર્યું હતું. જેના શુટિંગ વખતે તેના પરિવારજનો પણ હાજર હતા. તેથી હિમાંશિકાએ રાધિકા યાદવ પર પરિવાર દ્વારા લગાવેલા પ્રતિબંધોની વાત નકારી શકાય તેમ નથી.