ટેરિફના 'ટેરર' વચ્ચે પુતિન હવે ભારત આવશેઃ અજીત ડોભાલે વાત કરી કન્ફર્મ, જાણો મહત્ત્વ | મુંબઈ સમાચાર

ટેરિફના ‘ટેરર’ વચ્ચે પુતિન હવે ભારત આવશેઃ અજીત ડોભાલે વાત કરી કન્ફર્મ, જાણો મહત્ત્વ

નવી દિલ્હી: રશિયા સાથેનો વેપાર એક તરફ ભારત માટે ટેરિફ વધારાનું કારણ બની ગયો છે. તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાની તૈયારી કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ આ વાત વહેતી થઈ હતી. પરંતુ હવે વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ અંગે NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) અજીત ડોભાલે પુષ્ટી કરી છે. અજીત ડોભાલે વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ અંગે માહિતી આપી છે.

પુતિન ભારતના પ્રવાસે ક્યારે આવશે?

મીડિયા સાથે વાત કરતા અજીત ડોભાલે જણાવ્યું છે કે ભારત અને રશિયા વચ્ચે ખાસ સંબંધ છે. જેને અમે વધારે મહત્ત્વ આપીએ છીએ. અમારી વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કો રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા વિશે જાણીને અમને ઘણો ઉત્સાહ અને આનંદ છે. મને લાગે છે કે તેમના આગમનની જલ્દી તારીખ પણ નક્કી થઈ જશે.

આ પણ વાંચો: 50% ટેરિફ બાદ પણ ટ્રમ્પનું પેટ ન ભરાયું? સેકન્ડરી સૈંક્શન લગાવવાની તૈયારી…

વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી. વ્લાદિમીર પુતિન ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારતની મુલાકાતે આવી શકે છે, એવું આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ અનેક રીતે મહત્ત્વનો સાબિત થઈ શકે છે. જોકે, રશિયા સાથે ક્રૂડ ઓઇલનો વેપાર ભારતને મોંઘો પડ્યો છે. રશિયા સાથે હજુ પણ જો વેપાર ચાલુ રાખશે તો સેકન્ડરી ટેરિફ લાદવાની પણ અમેરિકાએ ધમકી આપી છે.

ટ્રમ્પની પણ મુલાકાત કરશે પુતિન

અમેરિકાની ધમકીને લઈને ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, રશિયા સાથેના વેપારી સંબંધો તોડવા માટે દેશોને મજબૂર કરવાએ ગેરકાનૂની છે. ભારત પ્રવાસ સિવાય આગામી દિવસોમાં વ્લાદિમીર પુતિન અમેરિકાના પ્રવાસે જઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની પણ મુલાકાત કરવાના છે. એવું આંતરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો જણાવી રહ્યા છે. આ મુલાકાતને લઈને પુતિનના વિદેશી બાબતોના સલાહકાર યૂરી ઉશાકોવ તૈયારીમાં લાગી ગયા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button