નેશનલ

ચંદીગઢમાં વિરોધ પ્રદર્શન પૂર્વે પંજાબ પોલીસે ખેડૂત નેતાઓના ઘરે પાડ્યા ‘દરોડા’: સંયુક્ત કિસાન મોરચાનો દાવો

ચંદીગઢઃ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ના નેતાઓએ દાવો કર્યો હતો કે પોલીસે મંગળવારે વહેલી સવારે પંજાબમાં ઘણા ખેડૂત નેતાઓના નિવાસસ્થાનો પર “દરોડા” પાડ્યા હતા અને 5 માર્ચે ચંડીગઢમાં વિરોધ પ્રદર્શનના તેમના આહવાન અગાઉ તેમની “અટકાયત” કરવામાં આવી હતી. જોકે સંયુક્ત કિસાન મોરચાના આ દાવાઓ પર પોલીસે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી.

ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ભગવંત માન અને એસકેએમ નેતાઓ વચ્ચેની બેઠક નિષ્ફળ ગયાના એક દિવસ પછી પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ કાર્યવાહીના ડરથી ઘણા ખેડૂત નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

આપણ વાંચો: Farmers Protest: આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે, સંયુક્ત કિસાન મોરચાએ કર્યું એલાન

એસકેએમએ તેની વિવિધ માંગણીઓના સમર્થનમાં 5 માર્ચથી ચંદીગઢમાં એક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યું છે. ભારતી કિસાન યુનિયન (લાખોવાલ)ના મહાસચિવ હરિન્દર સિંહ લાખોવાલે દાવો કર્યો હતો કે પંજાબ પોલીસે વહેલી સવારે એસકેએમ નેતાઓના ઘરો પર “દરોડાઓ” પાડ્યા હતા.

લાખોવાલે કહ્યું હતું કે, “સરકાર આવા પગલાં દ્વારા ખેડૂતોનો અવાજ દબાવી શકશે નહીં. “અમે ખેડૂતોની વિવિધ માંગણીઓના સમર્થનમાં લડી રહ્યા છીએ.” તેમના નિવાસસ્થાને પોલીસકર્મીઓ પણ તૈનાત છે.

આપણ વાંચો: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા Rakesh Tikaitએ આપ્યું આ મોટું નિવેદન

લાખોવાલે ખેડૂતોને મોટી સંખ્યામાં ચંડીગઢ પહોંચવા હાકલ કરી હતી. ભારતી કિસાન યુનિયન (રાજેવાલ)ના ઉપાધ્યક્ષ મુકેશ ચંદ્ર શર્માએ દાવો કર્યો હતો કે “પોલીસે સવારે 4 વાગ્યે મારા નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો.

તેમણે પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી. નોંધનીય છે કે ખેડૂતોની માંગ પર ચર્ચા કરવા માટે સોમવારે પંજાબ સરકાર અને એસકેએમ નેતાઓ વચ્ચેની બેઠક અધવચ્ચે જ પુરી થઇ ગઇ હતી. ખેડૂત નેતાઓએ દાવો કર્યો કે ‘ગુસ્સે ભરાયેલા’ માન ‘કોઈપણ ઉશ્કેરણી વિના’ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા.

જોકે, માને કહ્યું હતું કે ખેડૂતો સાથે વાતચીત માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા છે પરંતુ આંદોલનના નામે જનતાને થતી અસુવિધા અને હેરાનગતિ ટાળવી જોઈએ. એસકેએમએ 2020માં ત્રણ રદ કરાયેલા કૃષિ કાયદાઓ સામેના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button