નેશનલ

પંજાબમાં ધોળા દિવસે અકાલી કાઉન્સિલરની ગોળી મારી હત્યા, અમૃતસરમાં ખળભળાટ!

અમૃતસર: છેલ્લા ઘણા વર્ષોથી પંજાબ ડ્રગ્સ પેડલિંગ અને ગેંગ વોરનું કેન્દ્ર બની રહ્યું છે. હાલ રાજ્ય સરકાર નશાના દુષણ સામે અભિયાન ચલાવી રહી છે, એવામાં અમૃતસરમાં એક ચોંકાવનારી ઘટના બની છે.

મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરોએ અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહ બહમનની ગોળી મારીને હત્યા (Akali Dal councillor Harjinder Singh Bahman shot dead) કરી છે. મૃતક કાઉન્સિલરના સંબંધીઓએ આરોપ લગાવ્યો કે હુમલાખોરો એ જ વ્યક્તિઓ હતાં, જેમણે અગાઉ તેમને ધમકી આપી હતી અને તેમના ઘર પર ગોળીબાર કર્યો હતો.

આપણ વાંચો: અકાલી દળના વડા વાસણો અને જૂતા સાફ કરતા જોવા મળ્યા, આ ભૂલની મળી સજા

હરજિંદર સિંહ જંડિયાલા ગુરુ વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર બેના કાઉન્સિલર હતાં. હરજિંદર સિંહ આજે એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. બાઇક પર આવેલા હુમલાખોરોએ છેહરતા સાહિબ ગુરુદ્વારાની બહાર તેમના પર ગોળીઓ ચલાવી.

આ ઘટનામાં હરજિંદર સિંહને ત્રણ ગોળીઓ વાગી હતી. ઘટના બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.

પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ મળ્યા આવ્યું છે, પરંતુ તેમાં હુમલાખોરોના ચહેરા ઢંકાયેલા દેખાય છે અને તેમની ઓળખ થઈ શકી નથી. મૃતક હરજિંદર સિંહના પરિવારના સભ્યોએ કેટલાક લોકોના નામ આપ્યા છે, જેમને તેમના પર શંકા છે.

આપણ વાંચો: Punjab: સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું…

આ લોકો પર શંકા:

પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું, “બાઈક પર સવાર હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, કરણ, કિશન, સૂરજ એવા 5-6 છોકરાઓ ડ્રગ્સ વેચે છે, તેમની સામે અગાઉ ફરિયાદ પણ કરવામાં આવી હતી, આ લોકો આ ઘટનામાં સામેલ હોઈ શકે છે. આ યુવકોએ કાઉન્સિલરને અગાઉ પણ ધમકી આપી હતી. 5-6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.”

અધિકારીના જણાવ્યા મુજબ મૃતક હરજિંદર સિંહના ભાઈ અને સાળાએ પણ દાવો છે કે તેમના નિવાસસ્થાને અગાઉ કરવામાં આવેલા ગોળીબાર અને આપવામાં આવેલી ધમકીઓ માટે આ જ ગેંગ જવાબદાર હતી.

આપણ વાંચો: પંજાબમાં ભાજપની એકલા ચાલોની નીતિ, અકાલી દળ સાથે ગઠબંધન નહીં

અકાલી દળનો રાજ્ય સરકાર પર આરોપ

અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ આરોપ લગાવ્યો કે માર્યા ગયેલા કાઉન્સિલરને ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા, જેની તેમણે પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસે કંઈ કર્યું નહીં. મજીઠિયાએ AAPની પંજાબ સરકારની પણ ટીકા કરી, કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button