નેશનલ

મહારાષ્ટ્રમાં CJI ગવઈના કાર્યક્રમમાં પ્રોટોકોલ ભંગ, વિપક્ષ ભાજપ પર લાલઘૂમ

નાગપુર/મુંબઈઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ શપથ લીધા બાદ પહેલીવાર રવિવારે તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં આવ્યા હતા. મહારાષ્ટ્ર અને ગોવાના બાર કાઉન્સિલ દ્વારા તેમના સ્વાગત માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું હતું.

રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી કે મુંબઈ પોલીસ કમિશનર તેમને આવકારવા હાજર નહોતા. આ અંગે નારાજગી વ્યક્ત કરતા CJIએ કહ્યું હતું કે તેમણે (અધિકારીએ) પોતે વિચારવું જોઈએ કે આ સાચું છે કે ખોટું. તેમણે એમ પણ કહ્યું કે ન્યાયતંત્ર કે કારોબારી નહીં, પરંતુ ભારતનું બંધારણ સર્વોચ્ચ છે અને તેના સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ. બંધારણના તમામ અંગોએ એકબીજાનો આદર કરવો જોઈએ.”

અધિકારીઓ દ્વારા સ્વાગત નહીં કરવા બદલ કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી NCP (SP) એ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈજીને મહારાષ્ટ્ર-ગોવા બાર કાઉન્સિલ દ્વારા સન્માન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સીજેઆઈ બન્યા પછી આ તેમની પહેલી મુલાકાત હતી.

પ્રોટોકોલ મુજબ મુખ્ય સચિવ અને ડીજી પોલીસ હાજર રહેવા જોઈએ, પરંતુ આવું કેમ ન થયું? બંધારણમાં ત્રણ એકમ છે: કારોબારી, વિધાનસભા અને ન્યાયતંત્ર. માનનીય ગવઈ ન્યાયતંત્રના વડા છે. મહારાષ્ટ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સરકાર છે અને તેમની મનુવાદી માનસિકતાને કારણે આવું થયું છે.

એનસીપી (એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મહારાષ્ટ્રના પુત્ર અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ભૂષણ ગવઈ શપથ લીધા પછી પહેલી વાર મહારાષ્ટ્ર આવ્યા હતા. મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલે તેમના માટે એક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું, જ્યાં મુખ્ય ન્યાયાધીશે અહીં વહીવટીતંત્ર દ્વારા પ્રોટોકોલનું પાલન ન કરવા બદલ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.

મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી, આઈજી, મુંબઈ પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ હાજર નહોતા. આ સંકુચિત માનસિકતા નથી, તો બીજું શું છે? વહીવટીતંત્રને મારો જાહેર પ્રશ્ન એ છે કે જો મહારાષ્ટ્ર વહીવટીતંત્ર મરાઠીઓના ગૌરવનું ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે? કોણ માફી માંગશે?”

આ પણ વાંચો….સુપ્રીમ કોર્ટ મર્યાદા વટાવી રહ્યું છે, દેશમાં ધાર્મિક યુદ્ધ માટે CJI જવાબદાર; BJP સાંસદનું વિવાદાસ્પદ નિવેદન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button