કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ ઓનલાઈન ગેમિંગ બિલ શું છે? | મુંબઈ સમાચાર
નેશનલ

કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ ઓનલાઈન ગેમિંગ બિલ શું છે?

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમિંગથી થતા ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. આવા ફ્રોડને નિયંત્રણમા લાવવા માટે સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે.

આજે 19 ઓગસ્ટના મંગળવારે કેન્દ્રીય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમા ઓનલાઈન ગેમિંગ પર બિલને મંજૂરી આપવામાં આવી હતી. જેને આગામી સમયમાં લોકસભામાં પસાર કરવામાં આવશે. આ બિલમાં માત્ર નિયમનકારી માળખું જ નથી, પરંતુ તેમાં કડક સજાના પ્રાવધાનો પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ બિલનો હેતુ લોકો સાથે છેતરપિંડી કરનારા ઓપરેટરો અને ગેરકાયદેસર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી એપ્લિકેશનો પર નિયંત્રણ લાવવાનો છે. આ બિલની અમલવારીથી ઓનલાઈન ગેમિંગના નામે થતી ગેરરીતિઓને રોકી શકાય.

આપણ વાંચો: સુરતમાં 963 કરોડના સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ, કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ઓનલાઈન ગેમિંગનો ખેલ, 8 જણની ધરપકડ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં ઓનલાઈન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

લોકસભામાં બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે. ઓનલાઈન ગેમિંગ બિલ મારફત ઓનલાઈન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ પગલાથી તમામ લિસ્ટેડ અને અન-લિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતા ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે.

આ ઉપરાત ગયા વર્ષે ભારતીય ન્યાય સંહિતા હેઠળ નવા ફોજદારી પ્રાવધાનો લાગુ કરવામા આવ્યા છે, જેમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે 7 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર સામે કાર્યવાહી કરવાનો મુખ્ય અધિકાર રાજ્ય સરકારો પાસે છે.

આ ઉપરાંત સરકારે ઓક્ટોબર 2023થી ઓનલાઈન ગેમિંગ પર 28% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25થી ઓનલાઈન ગેમિંગમાથી મળતી જીતની આવક પર 30% ટેક્સ લગાવવામાં આવ્યો છે.

આપણ વાંચો: નૌકાદળનો ક્લાર્ક પાકિસ્તાની જાસૂસ કેવી રીતે બન્યો? ઓનલાઈન ગેમિંગ અને હનિટ્રેપનો શિકાર!

વિદેશી ગેમિંગ પ્લેટફોર્મ્સ પણ હવે આ ટેક્સના દાયરામાં આવી ગયા છે. સરકારે ગેરકાયદેસર અથવા નોંધણી વગરની વેબસાઈટ્સ અને એપ્સને બ્લોક કરવાનો અધિકાર સંબંધિત એજન્સીઓને આપ્યો છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય.

ભારતીય બંધારણ મુજબ “સટ્ટાબાજી અને જુગાર” રાજ્ય સૂચિમાં અંતર્ગત આવે છે. 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં, સરકારે 1400થી વધુ સટ્ટાબાજી અને જુગાર સાથે સંકળાયેલી વેબસાઈટ્સ અને એપ્સને બ્લોક કરી છે.

આ નવા નિયમો દ્વારા સરકાર ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને છેતરપિંડીની ઘટનાઓ ઘટે. ગેરકાયદેસર એપ્સને બ્લોક કરવાની કાર્યવાહીથી ગ્રાહકોનું નાણાકીય નુકસાન ટાળવામાં મદદ મળશે.

ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી સામે કાર્યવાહી કરવાની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારોની છે, કારણ કે આ વિષય રાજ્ય સૂચિ હેઠળ આવે છે. સરકારના આ કડક પગલા દ્વારા ઓનલાઈન ગેમિંગના નામે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

1400થી વધુ વેબસાઈટ્સ અને એપ્સને બ્લોક કરવાની કાર્યવાહી દર્શાવે છે કે સરકાર આ મુદ્દે ગંભીર છે. ભવિષ્યમાં આવા પગલાંથી ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ વધુ પારદર્શી અને નિયંત્રિત બનશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button