પ્રિયંકા ગાંધી વાડ્રાને દિલ્હીમાં મળ્યો સરકારી બંગલો, NCP-SP સાથે છે ખાસ કનેક્શન…

નવી દિલ્હી: ગત વર્ષે કેરળના વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદાર પ્રિયંકા ગાંધી વાડ્રા જીત મેળવી હતી, આ સાથે તેઓ પ્રથમવાર સંસદ બન્યા હતાં. સંસદ બન્યાને આઠ મહિના જેટલો સમય વીતી ગયા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાને આખરે હવે સરકારી બંગલો મળ્યો છે.
અહેવાલ મુજબ દિલ્હીનો 81, લોધી એસ્ટેટ બંગલો પ્રિયંકા ગાંધી વાડ્રાને ફાળવવામાં (Priyanka Gandhi Vadra bungalow) આવ્યો છે. અગાઉ આ બંગલો નેશનાલિસ્ટ કોંગ્રેસ-શરદ પવાર જૂથ (NCP-SP)ની ઓફીસ હતી, હવે આ બંગલો પ્રિયંકા ગાંધીને આપવામાં આવ્યો છે.
વર્ષ 2020માં પ્રિયંકા ગાંધીની SPG સુરક્ષા પાછી ખેંચી લેવાતા, તેમને 35 લોધી એસ્ટેટ ખાતેનો બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી. એ સમયે કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું હતું કે Z પ્લસ સુરક્ષા મળવાથી તેમને સરકારી બંગલો રાખવાનો અધિકાર મળી જતો નથી. એ સમયે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર બદલાની ભાવનાથી આ પગલા ભરી રહી છે.
NCP-SPને સુત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ બે મહિના પહેલા જ લોધી એસ્ટેટ ખાતેનો બંગલો ખાલી કરી દીધો હતો. NCP-SP સાથે જોડાયેલા એક નેતા એ જણાવ્યું કે સદ્ભાવના સંકેત તરીકે બંગલો પ્રિયંકા ગાંધી વાડ્રાને તરીકે આપવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા ગાંધી પહેલીવાર સાંસદ બન્યા છે, તેથી ટીમને નાનો ફ્લેટ મળ્યો હોત, પરંતુ NCPએ બંગલો ખાલી કરતા એ પ્રિયંકા ગાંધીને આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો…‘મારા જીજાજીને હેરાન કરવામાં આવી રહ્યા છે’ EDની કર્યવાહી સામે રાહુલ ગાંધીએ વાડ્રાનું સમર્થન કર્યું