નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

પ્રિયંકા ગાંધી કર્ણાટક સેક્સ સ્કેન્ડલ મામલે લાલઘુમ, રેવન્ના માટે પ્રચાર કરવાને લઈ PM મોદી પર કર્યા પ્રહાર

કર્ણાટકમાં પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ સ્કેન્ડલને લઈને રાજકારણ ગરમાયું છે. પ્રજ્વલ રેવન્નાના કુકર્મોના કારણે જેડીએસ અને તેના સહયોગી પક્ષ ભાજપની રાજકીય સ્થિતી પણ કફોડી બની છે. પ્રજ્વલ રેવન્નાના કર્મોની સજાની સજા જેડીએસ અને ભાજપને ભોગવવી પડે તેવી હાલત સર્જાઈ છે.
કર્ણાટકમાં કથિત સેક્સ સ્કેન્ડલને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક કાંકરે બે નિશાન સાધ્યા છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે સોમવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં મહિલાઓના મંગળસૂત્ર અને ઘરેણાં વિશે વાત કરે છે. કર્ણાટકમાં, PM મોદીએ જેના માટે વોટ માંગ્યા તે વ્યક્તિ (પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના) એ હજારો મહિલાઓ પર બળાત્કાર કર્યો છે. મારે પૂછવું છે કે આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રી આ વિશે શું કહે છે? પીએમ મોદી, દેશની કરોડો મહિલાઓ જવાબ માંગી રહી છે. મંગળસૂત્રની વાત કરતા પહેલા દેશની મહિલાઓને જવાબ આપો.

પ્રિયંકા ગાંધી વાડ્રાના કહેવા પ્રમાણે, “પીએમ મોદીએ મંચ પરથી તે વ્યક્તિ માટે વોટ માંગ્યા જેણે આટલું ભયાનક કામ કર્યું. તેઓ આનો જવાબ કેમ નથી આપતા? તેમની પાસે દરેક માહિતી છે કે કોણ ક્યાં જઈ રહ્યું છે, તેઓ મારા વિશે પણ જાણે છે કે હું ક્યા જવું છું. એક રાક્ષસે આટલો મોટો ગુનો કરીને વિદેશ ભાગી ગયો છે પરંતુ તેમને ખબર ન પડી?

PM મોદી આવે અને સ્ટેજ પર આવીને જવાબ આપે, તે કોઈના મંગળસૂત્ર અંગે બોલાવાને લાયક નથી. આવું એટલા માટે કેમ કે તે મહિલાઓ પર અત્યાચાર કરનારાની સાથે ઉભા રહેલા જોવા મળ્યા છે.

કોંગ્રેસના યુવા નેતા દ્વારા આ શાબ્દિક પ્રહારો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસ સાથે જોડાયેલા સેંકડો વીડિયો સામે આવ્યા છે અને તેના એક દિવસ પહેલા એટલે કે રવિવારે (28 એપ્રિલ, 2024) કર્ણાટકના પૂર્વ મંત્રી એચડી રેવન્ના અને તેના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે જાતીય સતામણી અને પીછો કરવાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી હતી. .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…