Loksabha Election Result 2024: વારાણસીમાં વડાપ્રધાન મોદીની હેટ્રીક

વારાણસી: 2024 ની લોકસભા ચૂંટણીમાં દેશની હોટસીટ ગણાતી વારાણસી (Varanasi) પર પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આ બેઠક પર દેશનું ખૂબ જ ધ્યાન હતું કારણ કે આ બેઠક પર આખી લોકસભા ચૂંટણીનો મુખ્ય વિષય રહેલા એવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતે ઉમેદવાર હતા. આ વખતે નરેન્દ્ર મોદી અહીથી ત્રીજી વખત જંગી મતોથી જીત્યા છે. આ બેઠક પર ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાન થયું હતું.
વારાણસી લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદીએ કુલ 6,12,970 મતો મેળવ્યા છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે 460457 મતો મેળવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1.52 લાખની લીડથી જીત મેળવી છે.
જો કે 2019 ની સરખામણીમાં નરેન્દ્ર મોદીની લીડમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2019 માં નરેન્દ્ર મોદીને આ બેઠક પરથી 4,79,000 મતોડની લીડથી જીત્યા હતા. જોકે આ વખતે નરેન્દ્ર મોદીએ માત્ર 1,52,513 મતોની લીડથી જીત્યા છે. આથી તેમની જીતમાં 326,487 મતોનો ફરક પડ્યો છે.