વડા પ્રધાન મોદી અને અમિત શાહ રાષ્ટ્રપતિને મળ્યા, મુલાકાતનું રહસ્ય ઘેરાયું? પાંચમી ઓગસ્ટ સાથે છે ખાસ કનેક્શન છે

નવી દિલ્હી: જગદીપ ધનખડે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે જ રાજીનામું આપી દીધું હતું, ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એવામાં ગઈ કાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત કરી હતી. બંને નેતાએ એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરતા વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.
આપણ વાંચો: સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું…
રવિવારે પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં. વડાપ્રધાનની મુલાકાતના ચાર કલાકમાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાષ્ટ્રપતિ મુર્મુને મળવા પહોંચ્યા.
રાષ્ટ્રપતિ સાથેની મુલાક્તનો હેતુ શું હતો એની વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ બંને મોટા કદના નેતાની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, આ મુદ્દે વિવિધ અટકળો ચાલી રહી છે.
આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નિવૃત્તિની યોજના અંગે મોટી જાહેરાત કરી, જાણો શું કહ્યું…
સરકાર કોઈ મોટું પગલું ભરવાની તૈયારીમાં?
રાષ્ટ્રપતિ ભવન કે વડા પ્રધાન કાર્યાલય દ્વારા કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે જ્યારે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર મુલાકાત જ કરતા હોય છે અથવા તેઓ કોઈ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લે છે. આ બંને નેતાઓ માટે એક જ દિવસે રાષ્ટ્રપતિને માવવા આવ્યા એ અસામાન્ય છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સરકાર કોઈ મોટું પગલું ભારવાની તૈયારી કરી રહી છે. એવી ચર્ચા છે કે સરકાર સંસદમાં કોઈ મહત્વપૂર્ણ બિલ રજુ કરવા જઈ રહી છે, જેના વિશે રાષ્ટ્રપતિને જાણ કરવા વડાપ્રધાન અને ગૃહ પ્રધાન ખુદ પહોંચ્યા હતાં. જોકે, સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આપણ વાંચો: Rajya Sabhaમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને હંગામો, અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને આડે હાથે લીધી
5 ઓગસ્ટ સાથે શું છે કનેક્શન?
રાષ્ટ્રપતિ સાથે બંને નેતાઓની મુલાકાતને 5 ઓગસ્ટની ખાસ તારીખ સાથે જોડવામાં આવી રહી છે. આ તારીખ એટલા માટે મહત્વની છે કેમ કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. 5 ઓગસ્ટ, 2020 ના રોજ વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
આવતી કાલે 5 ઓગસ્ટ 2025ની તારીખ છે, આવતી કાલે કોઈ મોટો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.