પ્રજ્વલ રેવન્ના જેલમાં કરી રહ્યાં છે આ કામ! વેતન રૂપે પ્રતિદિનના 522 રૂપિયા મળશે | મુંબઈ સમાચાર
નેશનલ

પ્રજ્વલ રેવન્ના જેલમાં કરી રહ્યાં છે આ કામ! વેતન રૂપે પ્રતિદિનના 522 રૂપિયા મળશે

નવી દિલ્હીઃ કર્ણાટકના હાસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અત્યારે પ્રજ્વલ રેવન્ના પરપ્પાના અગ્રહારા જેલ એટલે કે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. આ દરમિયાન પ્રજ્વલ રેવન્ના જેલમાં લાઇબ્રેરી ક્લાર્ક તરીકે કામ સોંપવામાં આવ્યું છે. પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે. પ્રજ્વલ રેવન્નાને સજા અપાવવા માટે સોશિયલ મીડિયામાં મોટું કેમ્પેઇન ચાલ્યું હતું.

પ્રજ્વલ રેવન્ના જેલમાં લાઇબ્રેરીનું કામ સોંપવામાં આવ્યું

પ્રજ્વલ રેવન્ના અંગે જેલ અધિકારીઓએ કહ્યું કે, આ પદ પર સેવા આપતી વખતે, પ્રજ્વલ રેવન્ના સાથી કેદીઓને પુસ્તકો ઉછીના આપતા અને ઉછીના લીધેલા પુસ્તકોનો રેકોર્ડ રાખશે, તેમને આ કામગીરી સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, પ્રજ્વલ રેવન્નાને આ કામ માટે પ્રતિદિન 522 રૂપિયાનું વેતન પણ આપવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિ પહેલા ઘરે રાજાશાહી જેવું જીવન જીવતો હતો તેને હવે માત્ર 522 રૂપિયા માટે કામ કરવું પડી રહ્યું છે.

કેદીઓ મહિલામાં 12 દિવસ કામ કરવું પડે છેઃ સૂત્ર

અત્રે ઉલ્લેખનીય છે કે, આજીવન કેદની સજા ભોગવતા કેદીઓને કોઈને કોઈ પ્રકારનું મજૂરીકામ કરવું પડતું હોય છે. તેમને તેમની કુશળતા અને ઈચ્છા મુજબ કામ સોંપવામાં આવે છે. મળતી જાણકારી પ્રમાણે કેદીઓએ એક મહિનામાં ઓછામાં ઓછા 12 દિવસ અને અઠવાડિયામાં 3 દિવસ કામ કરવું પડતું હોય છે. જોકે, પ્રજ્વલ રેવન્ના હજી કોર્ટ કાર્યવાહીમાં અટવાયેલા હોવાથી તેઓ વકીલોને મળવા માટે વધારે સમય પસાર કરે છે, જેથી તેમનું કામ અત્યારે મર્યાદિત છે. કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાથી પ્રજ્વલ રેવન્ના અત્યારે પરપ્પાના અગ્રહારા જેલમાં સજા ભોગવી રહ્યાં છે.

આ પણ વાંચો…દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો! આ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને ફટકારી આજીવન કેદની સજા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button