નેશનલ

સરકારનો મોટો નિર્ણયઃ હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમના નામથી ઓળખાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી હતી. પોર્ટ બ્લેર એ કેન્દ્રશાસિત પ્રદેશ અંદામાન અને નિકોબાર ટાપુઓનું પાટનગર છે.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે દેશને ગુલામીના તમામ પ્રતીકોથી મુક્ત કરવાના પીએમ મોદીના સંકલ્પથી પ્રેરિત થઇને આજે ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેરનું નામ ‘શ્રી વિજયપુરમ’ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : HM અમિત શાહ સાથે વાટાઘાટો થઇ, સાથે લડીશું ચૂંટણીઃ સુનિલ તટકરે…

આ જ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે ‘શ્રી વિજય પુરમ’ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં અંદમાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે. આ ટાપુનું આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં આગવું સ્થાન રહ્યું છે. ચૌલ સામ્રાજ્યમાં નૌસેનાના અડ્ડાની ભૂમિકા નિભાવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, વીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા મા ભારતીની આઝાદી માટેના સંઘર્ષનું સ્થળ પણ રહ્યું છે. આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા સૌ પ્રથમ વખત ત્રિરંગો લહેરાવાથી લઇને સેલ્યુલર જેલમાં વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્ધારા મા ભારતીની સ્વાધીનતા માટે સંઘર્ષનું સ્થાન પણ છે. પોર્ટ બ્લેયર અંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની છે. તે દક્ષિણ અંદામાન ટાપુના પૂર્વ કિનારે આવેલું છે. તેને અંદામાન અને નિકોબાર ટાપુઓનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button