આજે વડા પ્રધાન જેનું ઉદ્ઘાટન કરશે તે દેશના પહેલા વર્ટીકલ સી બ્રિજ વિશે આ જાણો છો?

નવી દિલ્હી : રામનવમીના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેની બાદ તેઓ રામેશ્વરમ સ્થિત પ્રખ્યાત રામનાથસ્વામી મંદિરમાં પણ પ્રાર્થના કરશે. તેમજ બપોરે લગભગ 1.30 વાગ્યે, તેઓ તમિલનાડુમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે પંબન બ્રિજ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલ્વે સી બ્રિજ છે. આ પુલ 2.07 કિલોમીટર લાંબો છે. જે પાલ્ક સ્ટ્રેટને પાર કરે છે. જે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
વર્ષ 2019માં સરકારે આ બ્રિજના નિર્માણની મંજૂરી આપી હતી
આ નવો બ્રિજ વર્ષ 1914મા બનેલા જૂના પંબન પુલની જગ્યાએ લેશે. જે એક કેન્ટીલીવર આકારનો છે જે રામેશ્વરમને ભારત સાથે જોડે છે.જોકે, જૂનો બ્રિજ વધતા પરિવહનના લીધે અપૂરતો સાબિત થયો હતો. તેમજ તેના માળખું પણ નબળું પડ્યું હતું. વર્ષ 2019માં સરકારે આ બ્રિજના નિર્માણની મંજૂરી આપી હતી
દરિયાઈ માર્ગ કનેક્ટિવિટીમાં સુધારો કરશે
નવા પુલનો સ્પાન 72.5 મીટર લાંબો છે. જેને 17 મીટર સુધી ઉંચો કરી શકાય છે જેથી મોટા જહાજો પસાર થઈ શકે.
આ પુલ સમુદ્રથી 3 મીટર ઊંચો છે. જે દરિયાઈ માર્ગ કનેક્ટિવિટીમાં સુધારો કરશે.આ પુલ સ્ટેનલેસ સ્ટીલથી બનેલો છે અને કાટ લાગવાથી બચવા માટે ખાસ રંગનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે 18,000 કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી
રેલ ટ્રાફિકમાં સુધારો થશે
આ પુલ આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને તે 100 વર્ષથી વધુ ચાલશે તેવી અપેક્ષા છે. આ પુલ બે ટ્રેકને સમાવવા માટે બનાવવામાં આવ્યો છે.પરંતુ હાલમાં ફક્ત એક જ ટ્રેક છે.નવા પુલથી રેલ ટ્રાફિકમાં સુધારો થશે અને દરિયાઈ નેવિગેશનમાં કોઈ અવરોધ નહીં આવે જેનાથી ટ્રાફિક અને વેપારને ફાયદો થશે.