અમેરિકાએ લાદેલા ભારે ટેરિફ બાદ પીએમ મોદી ચીનના પ્રવાસે! રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાએ લાદેલા ભારે ટેરિફ બાદ પીએમ મોદી ચીનના પ્રવાસે! રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

તિયાનજિન, ચીનઃ વડાપ્રધાન જાપાન બાદ અત્યારે ચીનના પ્રવાસે પહોંચ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ફરી એકવાર ચીનના પ્રવાસે ગયાં છે. જાપાનમાં પીએમ મોદીની યાત્રા દરમિયાન અનેક કરારો કરવામાં આવ્યાં છે. અત્યારે અમેરિકાએ ભારતને કમજોક કરવા માટે ટેરિફનો વાર કર્યો છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બાદ અનેક પ્રકારની હલચલ થઈ રહી છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ચાઈના યાત્રા ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ચીનના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદી કરશે દ્વિપક્ષીય બેઠક

પીએમ મોદી આજે એટલે કે શનિવારે ચીનમાં બે દિવસીય યાત્રાએ પહોંચી ગયાં છે. ચીમના તિયાનજિનમાં યોજાઈ રહેલ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં પીએમ મોદી ખાસ હાજરી આપવાના છે. આ વર્ષે પણ પીએમ મોદીની આ યાત્રા ચીન સાથે કોઈ મોટા કરાર અંગે ધ્યાન ખેંચી રહી છે. નોંધનીય છે કે, આ યાત્રા દરમિયાન પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે વખત દ્વિપક્ષીય બેઠક કરવાના છે. પીએમ મોદી આ પહેલા 2018માં ચીનના પ્રવાસે ગયાં હતાં. 2018માં પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

ચીને પીએમ મોદીના સન્માનમાં રેડ કાર્પેટ પાથરી સ્વાગત કર્યું

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીનના તિયાનજિનમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઇજિંગ મુલાકાતને લઈને ચીન ખૂબ જ ઉત્સાહિત છે. ચીને પીએમ મોદીના સન્માનમાં રેડ કાર્પેટ પાથરી અને તિયાનજિનમાં તેમના આગમન પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મહત્વની વાત છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ પછી પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button