ઇમ્ફાલમાં ભારે વરસાદ વચ્ચે, પીએમ મોદી હેલિકોપ્ટરને બદલે કાર દ્વારા પહોંચ્યા ચુરાચંદપુર | મુંબઈ સમાચાર
નેશનલ

ઇમ્ફાલમાં ભારે વરસાદ વચ્ચે, પીએમ મોદી હેલિકોપ્ટરને બદલે કાર દ્વારા પહોંચ્યા ચુરાચંદપુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2023માં મણિપુરમાં ફાટી નીકળેલી જાતિય હિંસા બાદ પ્રથમ વખત રાજ્યની મુલાકાત લીધી. તેઓ શનિવારે બપોરે રાજધાની ઇમ્ફાલ પહોંચ્યા હતા.

આ મુલાકાતનો હેતુ હિંસાગ્રસ્ત મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાના સરકારના પ્રયાસોને વેગ આપવાનો છે. ચૂડાચાંદપુરની તેમની મુલાકાત દરમિયાન, મોદીએ રાજ્યના લોકોને શાંતિનો માર્ગ અપનાવવા અને વિકાસને પ્રાથમિકતા આપવા અપીલ કરી, દરેક સમુદાયને એકજૂટ થવા માટે પ્રેરિત કર્યા.

આપણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સરકારી વિભાગોને આપ્યો મોટો સંદેશ

ઇમ્ફાલ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ કુકી બહુલ ચૂડાચાંદપુર જવાના હતા, પરંતુ ભારે વરસાદને કારણે હેલિકોપ્ટરનો ઉપયોગ અશક્ય બન્યો હતો. જે બાદ તેમણે દોઢ કલાકની રોડ મુસાફરી કરી ચૂડાચાંદપુર પહોંચવાનો નિર્ણય કર્યો હતો.

આ યાત્રા દરમિયાન, ભારે વરસાદ વચ્ચે કાર દ્વારા તેઓએ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધવાનું પણ પસંદ કર્યું. મોદીએ આ યાત્રાને અવિસ્મરણીય ગણાવી, જેમાં તેમને લોકોનો ખુબ પ્રેમ અને સમર્થન મળ્યો.

ચૂડાચાંદપુરમાં એક જનસભાને સંબોધતા, મોદીએ મણિપુરને આશા અને આકાંક્ષાની ભૂમિ ગણાવી. તેમણે કહ્યું, “અહીંની હિંસાએ આ સુંદર પ્રદેશ પર અસર કરી છે, પરંતુ હવે આશાનો નવો સૂરજ ઉગી રહ્યો છે.

આપણ વાંચો: 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી

” તેમણે રાહત શિબિરોમાં વિસ્થાપિત લોકો સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો અને શાંતિની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં પૂર્વોત્તરમાં ઘણા સંઘર્ષોનું સમાધાન થયું છે, અને મણિપુરે પણ શાંતિ અને વિકાસનો માર્ગ પસંદ કરવો જોઈએ.

મોદીએ ચૂડાચાંદપુરમાં 7,300 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું શિલાન્યાસ કર્યું, જેમાં ખાસ કરીને પહાડી વિસ્તારોના લોકોના જીવનને સુધારવાની યોજનાઓ છે.

તેમણે જણાવ્યું કે પહેલા દિલ્હીના નિર્ણયો મણિપુર સુધી પહોંચવામાં દાયકાઓ લાગતા, પરંતુ હવે મણિપુર દેશની પ્રગતિ સાથે આગળ વધી રહ્યું છે. ચૂડાચાંદપુરમાં મેડિકલ કોલેજ જેવી સુવિધાઓની સ્થાપના થઈ છે, જે રાજ્યના વિકાસને દર્શાવે છે. તેમણે લોકોના પ્રેમને અવિસ્મરણીય ગણાવ્યો.

આ મુલાકાત દરમિયાન, મોદીએ ઇમ્ફાલમાં જાતિય હિંસાથી વિસ્થાપિત લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. તેમણે રાજ્યના તમામ સમુદાયોને શાંતિ અને સહયોગનો માર્ગ અપનાવવા વિનંતી કરી, જેથી મણિપુર ફરીથી શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બની શકે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button