અયોધ્યાથી પરત ફરી PM મોદીએ ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની કરી જાહેરાત, જાણો સમગ્ર હકીકત?
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને સંપન્ન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સોલાર સ્કીમ (PM solar scheme)ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામલલ્લાના જીવન અભિષેક પ્રસંગે તેમનો સંકલ્પ વધુ મજબૂત થયો કે દેશવાસીઓના ઘરની છત પર સોલાર સિસ્ટમ હોવી જોઈએ.
પીએમ મોદીની જાહેરાત અનુસાર, એક યોજના (pradhan mantri suryoday yojana) હેઠળ એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવામાં આવશે.
પીએમ મોદીએ તેમના ઓફિશિયલ X (ટ્વિટર) હેન્ડલ પરથી જાહેર કરતાં જણાવ્યુ હતું કે આજે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર, મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતના લોકોના ઘરની છત પર તેમની પોતાની સોલાર રૂફ ટોપ સિસ્ટમ હોવી જોઈએ.
તેમણે કહ્યું, “અયોધ્યાથી પાછા ફર્યા પછી, મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરશે. આનાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો થશે નહીં, પરંતુ ભારત ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનશે.
પ્રાણ પ્રતિષ્ઠાના પવન પ્રસંગે વડા પ્રધાન મોદીએ લોકોને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું હતું કે કે રામ આગ નહીં ઊર્જા છે, રામ વિવાદ નહીં સમાધાન છે. પીએમ મોદીએ કહ્યું કે ઘણા લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે. રામ મંદિરનું નિર્માણ પણ પરસ્પર આદર અને સૌહાર્દનું ઉદાહરણ છે.
પીએમ મોદીએ કહ્યું કે આ આપણાં માટે વિજયની સાથે વિનયની પણ ક્ષણ છે. આ વાતથી આપણે સારી રીતે વાકેફ છીએ. પીએમ મોદીએ કહ્યું કે રામ વિવાદ નથી, રામ સમાધાન છે, રામ આગ નથી, રામ ઊર્જા છે.
વડા પ્રધાન મોદીએ આ ક્ષણને અલૌકિક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ ક્ષણ પવિત્ર છે. ભગવાન રામે આપણા બધાને આશીર્વાદ આપ્યા છે. 22 જાન્યુઆરી 2024 એ તારીખ નથી પરંતુ નવા સમયચક્રની શરૂઆત છે.